જનતા રેઈડ : પોલીસ હપ્તા ખાય છે ના સૂત્રોચ્ચાર સાથે જનતાએ દેશીદારુના ભઠ્ઠાઓમાં કરી તોડફોડ

| Edited By: | Updated on: Mar 04, 2026 | 8:18 PM

દારુના ભઠ્ઠાઓ તોડી નાખ્યાં બાદ, તોડી ફોડી નાખેલ ચીજવસ્તુઓ લઈને ગ્રામ્યજનો પોલીસ મથકે પહોંચ્યા હતા. જ્યાં પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેકટર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. દેશી દારુ બનાવનારાઓ પાસેથી પોલીસ હપ્તા ખાય છે તેવો આક્ષેપ પણ ગ્રામ્યજનોએ કર્યો હતો.

પાટણ જિલ્લાના એક ગામમાં દેશી દારુની બદીથી કંટાળી ગયેલ જનતાએ સામૂહીક દરોડા પાડ્યા હતા. દેશી દારુના ભઠ્ઠાઓ પર જઈને જનતાએ તોડફોડ કરીને દારુ બનાવવા વપરાતી વિવિધ સામગ્રીનો નાશ કર્યો હતો. એટલું જ નહીં, આ બધુ પુરાવા સ્વરૂપે પોલીસ મથકે લઈ જઈને પોલીસ ઈન્સ્પેકટર વિરુદ્ધ સુત્રોચ્ચાર પોકાર્યા હતા.

વાત છે પાટણ જિલ્લાના સરસ્વતી રખાવ ગામની. આ ગામના લોકો દેશી દારુની બદીથી ખૂબ જ ત્રસ્ત હતા. અવારનવાર સરકારી તંત્રમાં ફરિયાદ કરવા છતા કોઈ નિરાકરણ નહોતું આવતું. આથી ગ્રામ્યજનોએ સામૂહિક જનતા રેડ પાડવાનું નક્કી કર્યું, દેશી દારુના દુષણથી કંટાળેલા ગ્રામ્યજનોએ ભેગા થઈને, દારુના ભઠ્ઠાઓમાં ભારે તોડફોડ મચાવી હતી. દારૂ બનાવવા માટે વપરાતી સમગ્રીનો નાશ કરાયો હતો. તો કેરબાઓમાં ભરી રાખેલ, દેશી દારૂ બનાવવા વપરાશમાં લેવાતો વોશનો મોટા પાયે નાશ કરવામાં આવ્યો હતો.

દારુના ભઠ્ઠાઓ તોડી નાખ્યાં બાદ, તોડી ફોડી નાખેલ ચીજવસ્તુઓ લઈને ગ્રામ્યજનો પોલીસ મથકે પહોંચ્યા હતા. જ્યાં પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેકટર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. દેશી દારુ બનાવનારાઓ પાસેથી પોલીસ હપ્તા ખાય છે તેવો આક્ષેપ પણ ગ્રામ્યજનોએ કર્યો હતો. પોલીસને જ્યારે જાણ થઈ કે, દારુની બદીથી ત્રાસી ગયેલ ગ્રામ્યજનોએ જનતા રેડ પાડી છે ત્યારે પોલીસ દોડતી થઈ હતી.

Breaking News : હોળી-ધુળેટી પર્વે ઠેર ઠેર દુર્ઘટના, નદી, તળાવ અને કેનાલમાં ડૂબી જતાં 25 થી વધુના મોત