Breaking News: PM મોદીના ‘ડ્રીમ પ્રોજેક્ટ’ને હાઈકોર્ટની લીલીઝંડી, અંબાજી-ગબ્બર શક્તિ કોરિડોરનું કામ વેગ પકડશે – જુઓ Video
ગુજરાત હાઈકોર્ટે અંબાજી-ગબ્બર શક્તિ કોરિડોર પ્રોજેક્ટ માટેનો માર્ગ મોકળો કર્યો છે. કોર્ટે અંબાજી કેળવણી મંડળની જમીન સંપાદન સામેની અરજીઓ ફગાવી દીધી છે અને બનાસકાંઠા કલેક્ટરના આદેશમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો છે. આ નિર્ણયથી પ્રધાનમંત્રી મોદીના આ ડ્રીમ પ્રોજેક્ટને વેગ મળશે.
ગુજરાત હાઈકોર્ટે અંબાજી-ગબ્બર શક્તિ કોરિડોર પ્રોજેક્ટને લીલીઝંડી આપી દીધી છે. કોર્ટે અંબાજી કેળવણી મંડળ દ્વારા જમીન રિઝમ્પશન સામે કરવામાં આવેલી અરજીઓને ફગાવી દીધી છે, જેનાથી આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો માર્ગ હવે સંપૂર્ણપણે મોકળો બન્યો છે. હાઈકોર્ટે બનાસકાંઠા કલેક્ટરના આદેશમાં હસ્તક્ષેપ કરવાનો પણ સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.
રાજ્ય સરકાર વતી દલીલ કરવામાં આવી હતી કે, વિવાદિત જમીન સરકારી માલિકીની છે અને તે મોટા જનહિત માટે અત્યંત જરૂરી છે. સરકારે કોર્ટને જાણ કરી હતી કે, જમીનનો કબજો પહેલેથી જ મેળવી લેવામાં આવ્યો છે. અરજદારોએ દલીલ કરી હતી કે, જમીનનો ઉપયોગ શાળા અને રમતના મેદાન માટે થઈ રહ્યો છે. જો કે, કોર્ટે રાજ્ય સરકારની દલીલોને માન્ય રાખી હતી.
આ નિર્ણયને કારણે અંબાજી માતા મંદિરથી ગબ્બર મંદિર સુધીના કોરિડોર પ્રોજેક્ટને વેગ મળશે. આ પ્રોજેક્ટને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ તરીકે જોવામાં આવે છે, જે ગુજરાતના ધાર્મિક પ્રવાસન અને માળખાગત વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.
Breaking News : ગણપતિ બાપ્પાની ભક્તિમાં બેદરકારીને NO ENTRY! અમદાવાદમાં પંડાલો માટે કડક નિયમો જાહેર
ભાડા વિધેયક મુદ્દે ચાલી રહેલી વકીલોની હડતાળનો સુખદ અંત
'વોટચોરી' અને લોકશાહીના નામે વિપક્ષે મચાવ્યો 'ભારે હંગામો'
દાતાર પર્વતના પગથિયા પર વહેલી સવારે જોવા મળ્યા પાંચ સિંહ, જુઓ Video
દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા

