Jamnagar: મુખ્યપ્રધાને કોંગ્રેસના ધારાસભ્યને જાહેરમાં જ આપ્યુ આમંત્રણ, કહ્યુ ”આવી જાઓ અમારી સાથે”

કાર્યક્રમ બાદ મુખ્યપ્રધાન (Chief Minister) ઘરે પરત આવવા નીકળી રહ્યા હતા. તે સમયે કારમાં બેસતા સમયે તેમણે કોંગ્રેસના ધારાસભ્યને જાહેરમાં જ આમંત્રણ આપ્યુ કે અમારી સાથે આવી જાઓ.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 08, 2022 | 1:30 PM

જામનગરમાં (Jamnagar) ભાગવત સપ્તાહ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) સહિત ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા. આ સાથે જ અમદાવાદની દાણીલીમડા બેઠકના કોંગી ધારાસભ્ય શૈલેષ પરમાર (MLA Shailesh Parmar) પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે કાર્યક્રમ બાદ મુખ્યપ્રધાન ઘરે પરત આવવા નીકળી રહ્યા હતા. તે સમયે કારમાં બેસતા સમયે તેમણે કોંગ્રેસના ધારાસભ્યમાં જાહેરમાં જ આમંત્રણ આપ્યુ કે અમારી સાથે આવી જાઓ. જે પછી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

વાત કઇક એવી છે કે શનિવારે જામનગરમાં યોજાયેલી ભાગવત સપ્તાહ પૂર્ણ થયા બાદ મુખ્યપ્રધાન ઘરે આવવા માટે કારમાં બેસ્યા. તે સમયે ત્યાં જ હાજર અમદાવાદના દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારને તેમણે તેમની કારમાં લીફ્ટ લેવા આમંત્રણ આપ્યુ હતુ. તેમણે ખૂબ સહજતાથી વિરોધપક્ષના ઉપનેતા શૈલેષ પરમારને પોતાની ગાડીમાં લિફ્ટ આપવા આગ્રહ કર્યો અને આ સહજ સંવાદ જાણે કે આજકાલની રાજકીય સ્થિતિ સાથે એકદમ બંધબેસતો હોય તેવું લાગ્યું.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કારમાં બેસ્યા બાદ કોંગી ધારાસભ્ય શૈલેષ પરમારને કહ્યું હતું કે, ‘તમારે આવવાનું હોય તો બેસી જાઓ હાલો. અમે બધાને લઈએ છીએ…’ આ સાંભળી શૈલેષ પરમાર પણ હસી પડ્યા હતા. જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

મુખ્યપ્રધાને ધારાસભ્ય શૈલેષ પરમારને કારમાં બેસવાનું આમંત્રણ તો આપ્યુ, પરંતુ જોકે શૈલેષ પરમાર બેસ્યા નહોતા. રાજકારણમાં રસ ધરાવતા લોકો સમજી ગયા હશે કે આ ઈશારા દ્વારા મુખ્યપ્રધાન શું કહેવા માગે છે. સીએમ પટેલનું ગાડીમાં લીફ્ટ આપવાનું આમંત્રણ આડકતરી રીતે જાણે તેમને ભાજપમાં જોડાવવાનું કહેવું હોય તેવુ લાગે. જો કે મુખ્યપ્રધાનના શૈલેષ પરમારને કારમાં આપવાનું કહેતા શૈલષ પરમાર હસી પડ્યા હતા.

મહત્વનું છે કે, શૈલેષ પરમાર દાણીલીમડાના કોંગ્રેસના ધારાસભ્ય છે અને તેમનું નામ પણ ભાજપમાં સામેલ થનારા નેતાઓમાં ચર્ચાતું રહે છે. ત્યારે આ કિસ્સો સાચે રમૂજ તો ઉપજાવે જ છે. પણ આજકાલની પોલિટિકલ ઉથલપાથલમાં ભાજપમાં સામેલ થઇ રહેલા નેતાઓ વિશે જાણે દર્શાવે છે.

Follow Us:
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">