જામનગરમાં દબાણ હટાવ કામગીરી દરમિયાન શિવ મંદિરનું પણ ડિમોલિશન કરતા ભડકી કોંગ્રેસ- જુઓ Video
જામનગરમાં મનપા દ્વારા સરકારી અને ગૌચરની જમીનો પરથી દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી. આ દરમિયાન શ્રાવણના પ્રારંભે જ શિવ મંદિર તોડી પડાતા કોંગ્રેસે તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા છે.
જામનગરમાં મોટા પાયે દબાણ હટાવની કામગીરી કરવામાં આવી રહી છે. સરકારી અને ગૌચર જમીન પરથી દબાણો હટાવવામાં આવ્યા છે. જેમા અંદાજે 100 વિઘા જેટલી સરકારી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. કરોડોની કિંમતની જમીન પરથી ગેરકાયદે દબાણો દૂર કરાયા છે. સરકારી જમીન પર 20 અને ગૌચરની જમીન પરથી 30 દબાણો દૂર કરવામાં આવ્યા છે. સ્થાનિક તંત્ર, પોલીસ,PGVCL સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. શાપર નજીક મનપા દ્વારા આ ડિમોલિશન કામગીરી કરવામાં આવી. આ તરફ પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે જ લાખોટા તળાવના બ્યુટિફિકેશનનો રસ્તો બનાવવા અડચણરૂપ મંદિર પણ તોડી પડવામાં આવ્યુ છે. શિવ મંદીર તોડી પડાતા તંત્ર અને સરકાર સામે કોંગ્રેસે ગંભીર આક્ષેપો કર્યા. મંદિર તોડી પડાતા હિંદુઓની લાગણી દુભાઈ હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો.
કોંગ્રેસ ભાજપ સામે પ્રહાર કર્યો કે હિંદુઓના નામે મત માગ્યા અને આજે હિંદુઓની આસ્થાને દુભવવાનું કામ કર્યુ.મંદિર તોડતા પહેલા શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ ડિમોલિશનની કામગીરી કરવી જોઈએ. આ તરફ તંત્રની કામગીરી સામે હિંદુ સેનાએ પણ સવાલ ઉઠાવ્યા છે. બંને તળાવને જોડતો રસ્તો બનાવવા તંત્રે કવાયત હાથ ધરી છે.
Input Credit- Divyesh Vayeda- Jamnagar