એક શિવ મંદિર માટે આમને સામે આવી ગયા ભારતની નજીક આવેલા આ બે પડોશી દેશો, એકબીજા પર છોડી મિસાઈલ- આખરે શું છે આ મંદિર વિવાદ?
ભારતથી થી બરાબર 5000 કિલોમીટર દૂર આવેલા બે દેશ વચ્ચે એક હિંદુ મંદિરને લઈને જંગ છેડાઈ ગઈ છે. બોર્ડર પર એકબીજા પર હુમલા શરૂ થઈ ગયા છે. આ બંને દેશ એક પૌરાણિક શિવ મંદિર માટે લડી રહ્યા છે. બંને દેશો મંદિર પર પોતાનો દાવો વર્ષોથી કરી રહ્યા છે અને આ મંદિર માટે બંને વચ્ચે સતત સંઘર્ષ ચાલી રહ્યો છે. જેમ ભારત પાકિસ્તાન કાશ્મીર મુદ્દાને લઈને સતત તણાવ છે તેમ આ બંને દેશો એક હિંદુ મંદિર માટે લડી રહ્યા છે. આવો જાણીએ આખશે શું છે આ સમગ્ર મંદિર વિવાદ?

ભારતથી 5000 કિલોમીટર દૂર- દક્ષિણ પૂર્વ એશિયાના બે પડોશી દેશો થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે છેલ્લા કેટલાય વર્ષોથી ચાલી રહેલો તણાવ હવે સંઘર્ષમાં પરિણમ્યો છે. બંને દેશો વચ્ચે એક હિંદુ શિવ મંદિર પર પોત-પોતાના અધિકારને લઈને વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. જેને લઈને હવે થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ફરી એકવાર સંઘર્ષ શરૂ થઈ ગયો છે. દક્ષિણ-પૂર્વ એશિયાના આ બે પડોશી દેશ એક પૌરાણિક મંદિર માટે હવે આમનેસામને આવી ગયા છે. 24 જૂલાઈએ સવારથી જ બંને દેશોના સૈનિકો સરહદ પર અંધાધૂધ ફાયરીંગ કરી રહ્યા છે. આ ઘટનાના બરાબર એક દિવસ પહેલા એક બોર્ડર પર એક લેન્ડમાઈન બ્લાસ્ટમાં થાઈલેન્ડના પાંચ સૈનિકો ઘાયલ થયા હતા. જે બાદ રોષે ભરાયેલા થાઈલેન્ડે તેમના રાજદૂતને પણ કંબોડિયાથી બોલાવી લીધા હતા અને કંબોડિયાના રાજદૂતને પણ હાંકી કાઢ્યા હતા. જે બાદ સવારથી બંને દેશો વચ્ચે ફાયરીંગ શરૂ થઈ ગયુ છે. ...
