Jamnagar : હાપા જલારામ મંદિરમા યોજાયો રોટલાનો અનોખો અન્નકુટ, વિશ્વના સૌથી મોટા રોટલા સાથે 111 પ્રકારના રોટલા ધરાવ્યા, જુઓ Video

હાપા જલારામ મંદિરમાં 2005માં 7 બાય 7નો મોટો રોટલો બનાવ્યો હતો. જેને ગીનીસ બુક ઓફ વલ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતુ. ત્યાર બાદ દર વર્ષે આ પ્રકારે મોટો રોટલો બનાવાય છે. જેના દર્શન માટે દુર-દુરથી શ્રધ્ધાળુઓ ઉમટી આવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 18, 2023 | 9:03 AM

જામનગર નજીક હાપામાં જલારામ મંદિરે છેલ્લા 11 વર્ષથી રોટલાનો અન્નકુટ કરવામાં આવે છે. આ વર્ષે પણ જલારામ મંદિરમાં વિશ્વનો મોટો રોટલો તેમજ 111 પ્રકારના રોટલાનો અન્નકુટ ધરાવવામા આવ્યો છે. એવુ કહેવામાં આવે છે કે જલારામબાપાને રોટલો પ્રિય હોતો અને દરેક માણસને રોટલો મળી રહે તે માટે વીરપુરમાં અન્નક્ષેત્ર શરૂ કરવામા આવ્યુ હતુ. વીરપુરમાં 17 જાન્યુઆરીના રોજ આ અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યુ હતુ. જેના કારણે હાપા જલારામ મંદિરે રોટલાનો અન્નકુટ મુકવામાં આવ્યો હતો. જેમા 111 પ્રકારના રોટલા મુકવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : Video: જામનગરમાં ફુટપાથ પર રહેતા લોકો માટે કરાઈ રેનબસેરાની વ્યવસ્થા, રહેવા જમવા સહિતની તમામ સગવડ ઉપલબ્ધ

હાપા જલારામ મંદિરમાં 2005માં 7 બાય 7નો મોટો રોટલો બનાવ્યો હતો. જેને ગીનીસ બુક ઓફ વલ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતુ. ત્યાર બાદ દર વર્ષે આ પ્રકાર મોટો રોટલો બનાવાયા છે. જેના દર્શન માટે દુર-દુરથી શ્રધ્ધાળુઓ ઉમટી આવે છે. આ વખતે મોટા રોટલા સાથે 111પ્રકારના રોટલાના અન્નકુટના દર્શન લોકોને થયા હતા. દરેક ધાન્યથી અલગ-અલગ રીતે બનાવેલા કુલ 111 પ્રકારના રોટલા અન્નકુટમાં મુકવામાં આવ્યા છે. સામાન્ય રીતે આપણે દરેક મંદિરમાં વિવિધ પ્રકારના અન્નકુટ જોતા હોઈએ છીએ. જેમા અનેક પ્રકારના માવા- મિષ્ટાણનો સમાવેશ કરવામાં આવે છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">