અમદાવાદમાં મામાના ઘરે પહોંચી ભગવાન જગન્નાથજીની રથયાત્રા, વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ

| Edited By: | Updated on: Jul 16, 2026 | 3:48 PM

હાલ ભગવાન જગન્નાથજીની રથયાત્રા સરસપુર મામાને ઘરે પહોંચી છે. ત્યારે ભગવાન સ્વરૂપે પધારેલા ભાણેજને આવકારવા માટે સરસપુરવાસીઓમાં પણ અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.

આજે અષાઢી બીજના પાવનપર્વે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા નીકળી છે. આ રથયાત્રા હાલ સરસપુર પહોંચી છે. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર ત્રણેયના રથ સરસપુર નિજ મંદિરે પહોંચ્યા છે. સરસપુરને ભગવાનનું મોસાણ કહેવાય છે. હાલ ભગવાન મોસાળમાં પહોંચ્યા છે. ત્યારે નગરચર્યાએ નીકળેલા ભગવાનની વિશેષ આગતા સ્વાગતા કરવામાં આવે છે. ભગવાનને આજે વિશેષ લાડ લડાવવામાં આવે છે. ભાણેજને લાડ લડાવવા માટે સરસપુરવાસીઓ ભાવવિભોર બન્યા છે. ભોજનમાં ભગવાનને ભાવતા મિષ્ઠાન પિરસવામાં આવી રહ્યા છે.

સરસપુરમાં મામાના ઘરેથી ભગવાનનું લાખેણુ મામેરુ કરવામાં આવે છે. પહેલા ભાવતા ભોજન અને ત્યારબાદ તેમને અનેક કિમતી ભેટ સોગાદો આપીને ભગવાનનું મામેરુ કરવામાં આવે છે. જેમા ભગવાનને વિશેષ વાઘા, અને આભૂષણોની ભેટ ચડાવવામાં આવે છે. ભગવાનના અલૌકિક વાઘા, કિંમતી આભૂષણો અને મનમોહક શણગારના ભક્તોને દર્શન થશે.

જો કે આ વખતે પ્રથમ વખત સરસપુરમાં બે મામેરા કરવામાં આવશે.. જેમાં મોરપીંછ આધારિત વાઘા, દક્ષિણ ભારતીય આભૂષણો, આભલા વર્ક, રેશમ વર્ક, દોરી વર્ક, કસબ વર્કથી ભગવાનના વાઘા બનાવવામાં આવ્યા છે.. સાથે જ રાજસ્થાની ગોટાપટ્ટીના વર્ક વાળા વાઘા પણ તૈયાર કરવામાં આવ્યા છે. ભગવાન જ્યારે સરસપુરથી પ્રસ્થાન કરશે ત્યારે તેમને લાખેણુ મામેરુ આપીને વિદાય આપવામાં આવે છે.

અમરનાથ યાત્રા શરૂ થયાના પાંચ જ દિવસમાં બાબા બર્ફાની કેમ થયા અંતર્ધાન, પ્રકૃતિએ આપેલો સંકેત આપણે ક્યારે સમજશુ?

 

Published on: Jul 16, 2026 03:47 PM
Follow Us