Ahmedabad: સિલ્વર ઓક કોલેજ અને યુનિવર્સિટી સહિત સુરતમાં ITના દરોડા, અલગ અલગ આશંકાના પગલે કાર્યવાહી
સિલ્વર ઓક કોલેજ (Silver Oak College) અને યુનિવર્સિટીમાં જે વિદ્યાર્થીઓ સવારે હતા તેમને ITના દરોડા બાદ રજા આપી દેવામાં આવી છે. આ કાર્યવાહી દેશભરમાં IT વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.
દેશભરમાં રાજકીય ફંડિંગને લઇને 100 સ્થળોએ IT વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. દેશભરમાં આવકવેરા વિભાગે (IT Department) દરોડા પાડ્યા છે. મુંબઇ, રાજસ્થાન, ઉત્તરાખંડ અને દિલ્હીમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે. ત્યારે અમદાવાદમાં (Ahmedabad) ચિરિપાલ ગ્રુપ બાદ હવે આવકવેરા વિભાગે શિક્ષણ સંસ્થા પર દરોડા પાડીને સપાટો બોલાવ્યો છે. તો સુરતમા પણ આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. અમદાવાદમાં ગોતા વિસ્તારમાં આવેલી સિલ્વર ઓક કોલેજ (Silver Oak College) અને યુનિવર્સિટીમાં વહેલી સવારે આવકવેરા વિભાગની ટીમ ત્રાટકી હતી અને તપાસ શરૂ કરી હતી. તપાસને કારણે વિદ્યાર્થીઓ અને સ્ટાફના કર્મચારીઓને રજા આપીને પરત મોકલી દેવાયા.
સિલ્વર ઓક કોલેજ અને યુનિવર્સિટીમાં જે વિદ્યાર્થીઓ સવારે હતા તેમને ITના દરોડા બાદ રજા આપી દેવામાં આવી છે. આ કાર્યવાહી દેશભરમાં IT વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. રાજકીય ફંડિગને લઇને દેશભરમાં આ દરોડા પાડવામાં આવ્યા છે. જેમાંથી એક સ્થળ અમદાવાદની આ કોલેજ પણ છે. તો આ સિવાય પણ આ દરોડામાં અન્ય બાબતો સામે આવી શકે છે. આ કોલેજમાં જે એડમિશન્સ આપવામાં આવ્યા છે તેમાં બ્લેકના નાણાં વ્હાઇટ કરવાની બાબત હોવાની પણ શક્યતા છે. અલગ અલગ આશંકાઓના પગલે ITની ટીમ દ્વારા સિલ્વર ઓક કોલેજ અને યુનિવર્સિટીમાં પણ તપાસ કરવામાં આવી રહી છે.
મહત્વનું છે કે, થોડા સમય પહેલા જ સિલ્વર ઓક યુનિવર્સિટીને માન્યતા મળી છે. માન્યતા મળતાં જ અનેક નવા કોર્સ શરૂ કરીને સંખ્યાબંધ એડમિશન આપવામાં આવ્યાં છે. જેને કારણે કોલેજમાં મોટા પ્રમાણમાં ટ્રાન્ઝેક્શન થયા હોવાનું આવકવેરા વિભાગના ધ્યાનમાં આવ્યું હતું. એને કારણે જ આવકવેરા વિભાગની ટીમ પહોંચી હોવાની શક્યતા છે. તો ચર્ચા એવી પણ છે કે પોલિટિકલ ફન્ડિંગ મામલે આવક વેરા વિભાગે કાર્યવાહી કરી છે.
(વીથ ઇનપુટ-સચિન પાટીલ, અમદાવાદ)