Gujarat : વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય પાર્ટીઓ પર IT ની તવાઈ, બોગસ ફંડિગને લઈને તપાસ

આ પહેલા ફેબ્રુઆરી 2021 માં ગુજરાતમાં આઇટી વિભાગે દરોડા (IT Raid) પાડીને રાજકીય પાર્ટીઓ સામે કાર્યવાહી કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2022 | 11:23 AM

ગુજરાતમાં IT વિભાગે સૌથી મોટી કાર્યવાહી કરી છે. રાજ્યમાં આઇટી વિભાગની (IT Dept) ટીમે દરોડા પાડી સપાટો બોલાવ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly election) જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ તમામ રાજકીય પક્ષો પણ સક્રીય થઈ રહ્યા છે. ત્યારે 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા અનેક પાર્ટીઓએ (political party) વાયદાઓની લ્હાણી કરી છે, ત્યારે આ બધાની વચ્ચે 20 જેટલી રાજકીય પાર્ટીઓ પર આયકર વિભાગે દરોડા પાડ્યા છે.

ગેરકાયદેસર ટ્રાન્જેક્શનને લઈ તપાસ

માહિતી મુજબ બોગસ ફંડ (Bogus fund) લઈને ગેરકાયદેસર ટ્રાન્જેક્શનને લઈ આ તપાસ આદરી છે.500 થી વધુ આયકર વિભાગના અધિકારીઓ આ સર્ચ ઓપરેશનમાં જોતરાયા છે.તમને જણાવી દઈએ કે, ફેબ્રુઆરી 2021 માં ગુજરાતમાં આઇટી વિભાગે રાજકીય પાર્ટીઓ સામે કાર્યવાહી કરી હતી.

2021 માં રાજકીય પાર્ટીઓ સામે કાર્યવાહી કરાઈ હતી

તો IT ફન્ડિંગ મામલે અમદાવાદમાં ચિરિપાલ ગ્રુપ બાદ હવે આવકવેરા વિભાગે શિક્ષણ સંસ્થા પર દરોડા પાડીને સપાટો બોલાવ્યો.ગોતા વિસ્તારમાં આવેલી સિલ્વર ઓક કોલેજ અને યુનિવર્સિટીમાં ગઈકાલે આવકવેરા વિભાગની ટીમ ત્રાટકી હતી અને તપાસ શરૂ કરી હતી.તપાસને કારણે વિદ્યાર્થીઓ અને સ્ટાફના કર્મચારીઓને રજા આપીને પરત મોકલી દેવાયા. મહત્વનું છે કે થોડા સમય પહેલા જ સિલ્વર ઓક યુનિવર્સિટીને માન્યતા મળી છે.માન્યતા મળતાં જ અનેક નવા કોર્સ શરૂ કરીને સંખ્યાબંધ એડમિશન આપવામાં આવ્યાં છે.જેને કારણે કોલેજમાં મોટા પ્રમાણમાં ટ્રાન્ઝેક્શન થયા હોવાનું આવકવેરા વિભાગના ધ્યાનમાં આવ્યું હતું.એને કારણે જ આવકવેરા વિભાગની ટીમ પહોંચી હોવાની શક્યતા છે.તો ચર્ચા એવી પણ છે કે પોલિટિકલ ફન્ડિંગ મામલે આવક વેરા વિભાગે કાર્યવાહી કરી છે.

(વીથ ઈનપૂટ-સચિન પાટીલ, અમદાવાદ) 

Follow Us:
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">