અમદાવાદના જાણીતા બિલ્ડર ગ્રુપ પર બીજા દિવસે પણ તપાસ યથાવત, મહત્વના દસ્તાવેજો જપ્ત કરાયા, જુઓ વીડિયો

અમદાવાદના જાણીતા બિલ્ડર ગ્રુપ પર બીજા દિવસે પણ તપાસ યથાવત, મહત્વના દસ્તાવેજો જપ્ત કરાયા, જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 04, 2023 | 11:17 AM

અમદાવાદમાં આવકવેરા વિભાગ દ્વારા કેટલાક બિલ્ડર્સને ત્યા દરોડા પાડવામાં આવ્યા છે. ત્રિકમ પટેલ, અનિલ પટેલ બિલ્ડર્સના ઠેકાણા સહિત 24 જેટલા સ્થળોએ આવકવેરા વિભાગની ટીમોએ તપાસ શરુ કરી છે. અમદાવાદના જાણીતા અવિરત ગ્રુપ સહિત 4 ગ્રુપ પર આવકવેરા વિભાગે કાર્યવાહી કરી છે.

અમદાવાદમાં સતત બીજા દિવસે આવકવેરા વિભાગની કાર્યવાહી યથાવત છે. શહેરના અવિરત ગ્રુપ અને શિપ્રમ ગ્રુપને ત્યાં આવકવેરાનું સર્ચ ઓપરેશન થઇ રહ્યુ છે. આ બિલ્ડર્સના ઘર,ઓફિસ સહિત સંકલિત વ્યક્તિઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આવકવેરા વિભાગની ટીમે મહત્વના દસ્તાવેજો જપ્ત કર્યા છે. તપાસમાં મોટાપાયે બેનામી સંપત્તિ બહાર આવે તેવી શક્યતા છે.

દિવાળીનો તહેવાર નજીકમાં છે ત્યારે અમદાવાદમાં આવકવેરા વિભાગ દ્વારા કેટલાક બિલ્ડર્સને ત્યા દરોડા પાડવામાં આવ્યા છે. ત્રિકમ પટેલ, અનિલ પટેલ બિલ્ડર્સના ઠેકાણા સહિત 24 જેટલા સ્થળોએ આવકવેરા વિભાગની ટીમોએ તપાસ શરુ કરી છે. અમદાવાદના જાણીતા અવિરત ગ્રુપ સહિત 4 ગ્રુપ પર આવકવેરા વિભાગે કાર્યવાહી કરી છે. અવિરત ગ્રુપના કનુ પટેલ, સંદીપ પટેલ અને બળદેવ પટેલ સહિતના બિલ્ડર્સના ઘર અને ઓફિસ સહિતના સ્થળોએ તપાસ ચાલી રહી છે. હાઇકોર્ટ પાસે આવેલી ઓફિસ સહિત અન્ય ઓફિસો પર પણ આવકવેરા વિભાગની ટીમ સર્ચ કરી રહી છે.

આ પણ વાંચો- વીડિયો: સુરેન્દ્રનગરના ધોરીયા ગામે ખાણ ખનીજ વિભાગના દરોડા, લાખોનો મુદ્દામાલ કબ્જે

આવકવેરા વિભાગના 150થી પણ વધુ અધિકારીઓનો કાફલો તપાસમાં જોડાયો છે. તપાસના અંતે મોટા પ્રમાણમાં બેનામી સંપત્તિ મળી આવે તેવી શક્યતા છે. આવકવેરા વિભાગને આ તમામ બિલ્ડર્સના ત્યાં બેનામી સંપત્તિ હોવાના ઈનપુટ મળ્યા હતા. જેના આધારે તપાસ કરવામાં આવી રહી છે. આ તમામના ઓફિસ અને ઘરોમાં તપાસ કરવામાં આવી રહી છે. તપાસના અંતે મોટા પ્રમાણમાં બેનામી સંપત્તિ મળવાની શક્યતા છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">