Breaking News : ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ સહિત 15 સ્થળ પર ITના દરોડા, જુઓ Video

Breaking News : ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ સહિત 15 સ્થળ પર ITના દરોડા, જુઓ Video

| Edited By: | Updated on: Jul 16, 2025 | 1:12 PM

ગુજરાતમાં ફરી IT વિભાગના દરોડા પડ્યા છે. ત્યારે અમદાવાદમાં પણ ખોટી રીતે TDS અને કર માફીના લાભ મામલે ITએ સપાટો બોલાવ્યો છે. ગુજરાત સહિત દેશભરમાં 150 થી વધુ સ્થળો પર ITએ દરોડા પાડ્યા છે.

ગુજરાતમાં ફરી IT વિભાગના દરોડા પડ્યા છે. ત્યારે અમદાવાદમાં પણ ખોટી રીતે TDS અને કર માફીના લાભ મામલે ITએ સપાટો બોલાવ્યો છે. ગુજરાત સહિત દેશભરમાં 150 થી વધુ સ્થળો પર ITએ દરોડા પાડ્યા છે. ગુજરાતમાં અમદાવાદ સહિત 15 સ્થળોએ ITના દરોડા પડ્યા છે.

આ શહેરોમાં કરવામાં આવી રહી છે તપાસ

IT વિભાગે અમદાવાદ ઉપરાંત સુરત, અંકલેશ્વર, વાપી, પાટણ, ભરુચમાં દરોડા પાડ્યા છે. રાજકોટ, ગોંડલ, ધોરાજી સહિતના શહેરોમાં પણ તપાસ હાથ ધરી છે. અમદાવાદના 3 વ્યક્તિઓના ઘર અને ધંધાના સ્થળો પર દરોડા પાડ્યા હતા. IT રિટર્નમાં ખોટી માહિતી આપીને ક્લેઈમ કરનારાઓ પર તવાઈ બોલાવામાં આવી છે. ખોટા IT રિટર્ન ફાઈલ કરનાર તમામ ITR અપડેટ કરવામાં આવ્યા છે.

ટેક્સ ચોરી કરનારાઓ પર તવાઇ

ઉલ્લેખનીય છે કે ગુજરાતના અમદાવાદ સહિત 15 સ્થળોએ ITના દરોડા પાડવામાં આવ્યા છે. જે લોકો IT રિટર્નમાં ખોટી માહિતી આપીને ક્લેઈમ કરે છે તેવા કરદાતા પર તવાઈ બોલાવામાં આવી છે. ખોટા IT રિટર્ન ફાઇલ કરનાર તમામને ITR અપડેટ કરવામાં આવશે.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jul 16, 2025 01:10 PM