ISKCON Accident Exclusive Video : અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતનો LIVE Video આવ્યો સામે, જૂઓ ભયાનક દ્રશ્યો
એક બાઇક ચાલક અકસ્માત સ્થળનો વીડિયો ઉતારી રહ્યો હતો તે સમયે ટોળા ઉપર જગુઆર કાર ચાલક ચઢી ગયો તે ઘટનાના LIVE દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં જગુઆર કાર ચાલક 180ની સ્પીડથી જતો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે
Ahmedabad ISKCON Accident : અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે થયેલા ભયાનક અકસ્માતનો (Accident) વીડિયો સામે આવ્યો છે. એક બાઇક ચાલક અકસ્માત સ્થળનો વીડિયો ઉતારી રહ્યો હતો તે સમયે ટોળા ઉપર જગુઆર કાર ચાલક ચઢી ગયો તે ઘટનાના LIVE દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં જગુઆર કાર ચાલક 180ની સ્પીડથી જતો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે અને ક્ષણવારમાં જ બ્રિજ પર લાશો વિખેરાયેલી જોવા મળે છે.
આ દરમિયાન 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જગુઆર લોકો માટે કાળ બનીને આવી. કોઈએ કલ્પના પણ ન કરી હોય તેવા આ અકસ્માતમાં બે પોલીસકર્મીઓ સહિત 9 લોકોનાં મોત થઈ ગયા. જેમાં મોટાભાગના યુવાનો હતા. અકસ્માત સમયે બ્રિજ પર અફરાતફરી જેવો માહોલ જોવા મળ્યો. આક્રોશમાં આવેલા લોકોએ કારચાલક તથ્ય પટેલને ઝડપી પાડીને મેથીપાક ચખાડ્યો. ઘટનામાં મૃતકો અને ઈજાગ્રસ્તોને સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
