Rain Breaking : ગીરસોમનાથમાં NDRFની ટીમોની બચાવ કામગીરી, 210 બાળકો સહિત 560 લોકોનું કરાયુ રેસ્ક્યુ , જુઓ Video
ભારે વરસાદના પગલે ગીર સોમનાથમાં જળ તાંડવ જોવા મળ્યુ છે. જેના પગલે NDRF ની ટીમ દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરીને બહાર નિકાળવામાં આવ્યા છે. પાણીની આફતમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
Monsoon 2023 : હવામાન વિભાગની આગાહી વચ્ચે ગીરસોમનાથમાં જળ તાંડવ જોવા મળ્યુ છે. ભારે વરસાદના પગલે NDRF ની ટીમ દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરીને બહાર નિકાળવામાં આવ્યા છે. પાણીની આફતમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જેમાં 195 પુરુષ, 185 મહિલા, 210 બાળકો સહિત 560 લોકોનું NDRF ની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે. વેરાવળ-સોમનાથના વિસ્તારોમાં વરસાદે આફત સર્જી છે.
વાપીના ગુંજન વિસ્તારમાં ભરાયા પાણી
તો બીજી તરફ આજે વલસાડ જિલ્લામાં મોડી સાંજે વરસેલા વરસાદે તરાજી સર્જી છે. ભારે વરસાદે વાપી તેમજ વલસાડ શહેરમાં ઠેર- ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદના પગલે લોકોની દુકાનો અને સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા છે. વલસાડના વાપીના ગુંજન વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા દુકાનોમાં રાત્રી દરમિયાન પાણી ભરાયા છે.
સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video
ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'
સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ
ના નેતા, ના કોઈ અભિનેતા... ગ્રાન્ડ ઓપનિંગમાં પહોંચ્યો 'VVIP રોબોટ'
