Gujarati VIDEO : તાલાળાના ઘૂસિયા ગામમાં ભ્રષ્ટાચાર ? પાઈપલાઈનના કામમાં સરપંચ અને તલાટીએ ભ્રષ્ટાચાર કર્યો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ

TV9 GUJARATI

|

Updated on: Mar 30, 2023 | 9:44 AM

સ્થાનિકોનો આક્ષેપ છે કે સરપંચે પાંચ લાખના ખર્ચ બનાવેલી પાણીની પાઈપલાઈન નાખવામાં વ્યાપક ભ્રષ્ટાચાર કર્યો છે.

Gir Somnath :ગીર સોમનાથ જિલ્લાના તાલાળાના ઘૂસિયા ગામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે.સરપંચ, ઉપસરપંચ અને તલાટી કમ મંત્રીએ ભ્રષ્ટાચાર કર્યો હોવાના લોકોએ આરોપ લગાવ્યા છે. આપને જણાવી દઈએ કે, સ્થાનિકો અને ગ્રામ પંચાયતના સભ્યોએ પાઈપલાઈનના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનુ જણાવ્યુ છે.

સ્થાનિકોનો આક્ષેપ છે કે સરપંચે પાંચ લાખના ખર્ચ બનાવેલી પાણીની પાઈપલાઈન નાખવામાં વ્યાપક ભ્રષ્ટાચાર કર્યો છે.તો બાંધકામની રજાચિઠ્ઠી કાઢવા સરપંચ, ઉપસરપંચ અને તલાટીએ છ હજારની લાંચ લીધી હોવાનો પણ આરોપ છે.

તલાટીએ છ હજારની લાંચ લીધી હોવાનો પણ આરોપ

તો બીજી તરફ ગામના ઉપસરપંચ, સરપંચ અને ગ્રામ પ્રતિનિધિઓએ સ્થાનિકોના તમામ આક્ષેપ ફગાવ્યા છે.અને કહ્યું કે વચેટિયાઓ દુર કરાતા તેઓ ખોટા આક્ષેપો કરી રહ્યા છે.તો TDO નુ કહેવુ છે કે સમગ્ર મામલે તટસ્થ તપાસ થઈ શકે તે માટે વેરાળના DDOને સમગ્ર તપાસ સોંપવામાં આવી છે.હાલ તપાસ ચાલી રહી છે, તપાસ પૂર્ણ થયા બાદ સ્પષ્ટ થશે કે આરોપ સાચા છે કે ખોટા.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati