જૂનાગઢ તોડકાંડ મામલે તરલ ભટ્ટની કડક પૂછપરછ, ગૃહ રાજ્ય પ્રધાને કહ્યુ-ત્વરિત પગલા લેવાયા છે,જુઓ Video
માધુપુરા કેસમાં મળેલ બેંક એકાઉન્ટ નંબરવાળા જ એકાઉન્ટ નંબરો ફ્રીઝ કરાયા હતા કે અન્ય એકાઉન્ટ નંબરો? તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. જો પેન ડ્રાઈવ,લેપટોપ ATS ને મળે તો જ તોડકાંડની તપાસની અસલી દિશા મળે તેવુ લાગી રહ્યુ છે. જેથી સમગ્ર મામલે પોલીસે સમગ્ર મામલે તરલ ભટ્ટની કડક પૂછપરછ હાથ ધરી છે.
જૂનાગઢ તોડકાંડના માસ્ટર માઈન્ડ એવા PI તરલ ભટ્ટની ધરપકડ થઈ ગઈ છે.તોડકાંડ કેસમાં પોલીસે તરલ ભટ્ટની કડક પૂછપરછ હાથ ધરી છે. બે પેન ડ્રાઈવ, લેપટોપ, ત્રણ મોબાઈલ ક્યા ગુમ કર્યા તે દિશામાં તપાસ શરુ કરવામાં આવી છે. કેટલા વર્ચ્યુઅલ નંબરો વાપરવામાં આવતા હતા તે અંગે પણ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
માધુપુરા કેસમાં મળેલ બેંક એકાઉન્ટ નંબરવાળા જ એકાઉન્ટ નંબરો ફ્રીઝ કરાયા હતા કે અન્ય એકાઉન્ટ નંબરો? તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. જો પેન ડ્રાઈવ,લેપટોપ ATS ને મળે તો જ તોડકાંડની તપાસની અસલી દિશા મળે તેવુ લાગી રહ્યુ છે. જેથી સમગ્ર મામલે પોલીસે સમગ્ર મામલે તરલ ભટ્ટની કડક પૂછપરછ હાથ ધરી છે.
બીજી તરફ તરલ ભટ્ટ તોડકાંડની ઘટનામાં ગૃહ રાજ્ય પ્રધાને મહત્વનું નિવેદન આપ્યુ છે. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યુ કે સરકાર અને પોલીસ દ્વારા ઘટનામાં ત્વરિત પગલા લેવામાં આવ્યા છે.આજે પોલીસ આ કેસની સંપૂર્ણ માહિતી મીડિયા સમક્ષ રજૂ કરશે.
મહત્વનું છે કે આખા કેસમાં આરોપો ખુબ ગંભીર છે અને એટલે હવે મુખ્ય આરોપી તરીકે તરલ ભટ્ટની ધરપકડ થઈ છે ત્યારે પોલીસ અને ATS ન માત્ર તોડકાંડ પરંતુ સટ્ટા કાંડ બાબતે પણ જાણકારી મેળવી શકે છે. તરલ ભટ્ટને લગતા તમામ ગુનામાં આરોપો ખુબ ગંભીર છે. આખા મામલે મોટા અધિકારીઓ સુધી પણ તપાસનો રેલો જવાની શક્યતાઓ છે. ત્યારે ખુબ જરૂરી છે કે આખા કેસમાં ભટ્ટની ઝીણવટભરી પૂછપરછ અને તપાસ હાથ ધરવામાં આવે.