Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ, અમદાવાદના મહેમાન બનેલા જર્મન ચાન્સેલર સાથે ચગાવ્યો પતંગ- Video

| Edited By: | Updated on: Jan 12, 2026 | 11:34 AM

આ વર્ષેનો ગુજરાતનો સૌથી મોટો કાઈટ ફેસ્ટીવલ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો. આ વર્ષે અમદાવાદના આંતરરાષ્ટીય કાઈટ ફેસ્ટીવલનો વડાપ્રધાન મોદી અને અમદાવાદના મહેમાન બનેલા જર્મન ચાન્સેલર ફ્રેડરીક મેઝએ શુભારંભ કરાવ્યો છે.

આ વર્ષેનો ગુજરાતનો સૌથી મોટો કાઈટ ફેસ્ટીવલ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો. આ વર્ષે આ આંતરરાષ્ટીય કાઈટ ફેસ્ટીવલનો વડાપ્રધાન મોદી અને અમદાવાદના મહેમાન બનેલા જર્મન ચાન્સેલર ફ્રેડરીક મેઝએ શુભારંભ કરાવ્યો છે. આ તકે વડાપ્રધાન મોદી પણ પતંગબાજ બન્યા અને તેમણે પણ જર્મન ચાન્સેલર સાથે પતંગ ચગાવ્યો હતો. વડાપ્રધાન મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરીક ગળામાં નયનરમ્ય કલાત્મક ડિઝાઈનનો દુપટ્ટો નાખેલો જોવા મળ્યા. જે ખાસ પાટણના પ્રખ્યાત પટોળામાંથી બનાવવામાં આવ્યો છે. જે જર્મન ચાન્સેલરને ભેટ આપવામાં આવ્યો છે. અમદાવાદના પતંગ મહોત્સવને જોઈને જર્મન ચાન્સેલર ઘણા ઉત્સાહિત જણાયા હતા.

ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનો ભવ્ય પ્રારંભ

અમદાવાદમાં પરંપરા, સંસ્કૃતિ અને વૈશ્વિક મિત્રતાનું અનોખું સંગમ જોવા મળ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનો ભવ્ય પ્રારંભ થઈ ગયો છે. ખાસ વાત એ છે કે આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ જર્મનીના ચાન્સેલરે પોતાની ઉપસ્થિતિ આપી હતી. જેના કારણે આ ઉત્સવને વૈશ્વિક ઓળખ મળી છે.

50 દેશોમાંથી 135 આંતરરાષ્ટ્રીય પતંગબાજો આવ્યા અમદાવાદ

રિવરફ્રન્ટ પર યોજાનારા આ પતંગ મહોત્સવમાં દુનિયાભરના પતંગબાજોએ ભાગ લીધો છે. કુલ 50 દેશોમાંથી 135 આંતરરાષ્ટ્રીય પતંગબાજો અમદાવાદ પહોંચ્યા છે, જ્યારે દેશના 13 રાજ્યોમાંથી 65 પતંગબાજો પણ ઉત્સવમાં સામેલ થયા છે. આ સાથે જ ગુજરાતના 16 જિલ્લાઓમાંથી 871 પતંગરસિયાઓ આ રંગીન મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે.

કલાત્મક ડિઝાઈન અને પરંપરાનું પ્રતિબિંબ

ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ દરમિયાન અમદાવાદનું આકાશ દેશી-વિદેશી રંગબેરંગી અને અનોખા આકારના પતંગોથી શોભી ઉઠ્યું. પતંગોમાં વિવિધ સંસ્કૃતિઓ, કલાત્મક ડિઝાઈન અને પરંપરાનું પ્રતિબિંબ જોવા મળ્યું છે. આ મહોત્સવ માત્ર મનોરંજન પૂરતો નથી, પરંતુ ગુજરાતની સંસ્કૃતિ અને આત્મિયતાને વૈશ્વિક મંચ પર રજૂ કરવાની મહત્વની તક પણ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

 

 

Published on: Jan 12, 2026 11:19 AM