Breaking News : આંતરરાષ્ટ્રીય ‘સાયબર સ્લેવરી’ રેકેટનો પર્દાફાશ ! કુખ્યાત આરોપી નીલ પુરોહિત પોલીસ સકંજામાં, જુઓ Video
સાયબર સેન્ટર ઓફ એક્સલન્સએ એક મોટી સફળતા હાથ લાગી છે. મ્યાનમાર અને કમ્બોડિયામાં સક્રિય ચીની સાયબર માફિયાઓ માટે ભારતીય યુવાનોને સાયબર સ્લેવ તરીકે મોકલતા આંતરરાષ્ટ્રીય રેકેટનો મુખ્ય સૂત્રધાર નીલ પુરોહિત ઉર્ફે નીલ ઝડપાઈ ગયો છે.
સાયબર સેન્ટર ઓફ એક્સલન્સએ એક મોટી સફળતા હાથ લાગી છે. મ્યાનમાર અને કમ્બોડિયામાં સક્રિય ચીની સાયબર માફિયાઓ માટે ભારતીય યુવાનોને સાયબર સ્લેવ તરીકે મોકલતા આંતરરાષ્ટ્રીય રેકેટનો મુખ્ય સૂત્રધાર નીલ પુરોહિત ઉર્ફે નીલ ઝડપાઈ ગયો છે. ‘ધ ઘોસ્ટ’ તરીકે કુખ્યાત આરોપી ગાંધીનગરથી મલેશિયા ભાગવાની ફિરાકમાં હતો. ત્યારે જ તેને દબોચી લેવામાં આવ્યો છે. આ રેકેટમાં માનવ તસ્કરી અને સાયબર ક્રાઈમના ગંભીર ગુનાઓનો પર્દાફાશ થયો છે.
આરોપી નીલ પુરોહિત પોલીસ સકંજામાં
પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. નીલ પુરોહિત એક સુવ્યવસ્થિત સિન્ડિકેટ ચલાવતો હતો, જેમાં તે 126 થી વધુ સબ-એજન્ટોનું સંચાલન કરતો હતો. તેના તાર માત્ર ભારત પૂરતા સીમિત ન હતા, તે 30 થી વધુ પાકિસ્તાની એજન્ટો અને 100થી વધુ ચીની એજન્ટો સાથે સીધો સંપર્ક ધરાવતો. તપાસમાં ખુલ્યું છે કે તેણે ભારત ઉપરાંત શ્રીલંકા, નેપાળ, બાંગ્લાદેશ અને આફ્રિકન દેશોના 500 થી વધુ નાગરિકોને દુબઈ મારફતે મ્યાનમાર અને કમ્બોડિયાના સ્કેમ સેન્ટરોમાં મોકલ્યા હતા. તેણે 1000 થી વધુ અન્ય લોકોને મોકલવાનો હતો. આ કાળા કારોબારમાંથી નીલ પુરોહિતને વ્યક્તિ અંદાજે 1.6 લાખ થી 4 લાખ સુધીનું કમિશન મળતું હતું.
સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે આરોપીને કોર્ટમાં રજૂ કરાતા આરોપીના 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, તેના સાથીદારોની પણ ધરપકડ કરવામાં આવી છે, જેઓ આ નેટવર્કના સબ-એજન્ટ તરીકે કામ કરતા હતા. ત્યારે સમગ્ર મામલે આવનાર સમયમાં મોટા ખુલાસા થઈ શકે છે.
