Vadodara સેન્ટ્રલ જેલમાં કેદીઓ અને જેલ સત્તાધીશો વચ્ચે સંઘર્ષનો કેસ, બે કેદીઓને હોસ્પિટલમાં લવાયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2021 | 9:18 AM

વડોદરા સેન્ટ્રલ જેલમાં કેદીઓ અને જેલ સત્તાધિશો વચ્ચે સંઘર્ષનો મામલો સામે આવ્યો છે.આ બંને કેદીઓને વડોદરાની SSG હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

વડોદરા(Vadodara)સેન્ટ્રલ જેલમાં કેદીઓ અને જેલ સત્તાધિશો વચ્ચે સંઘર્ષનો મામલો સામે આવ્યો છે. અહીં બે કેદીઓએ શૈલેષ પરમાર નામના જેલના અધિકારી વિરૂદ્ધ ગંભીર આક્ષેપ કર્યા છે. આ કેદીઓના કહેવા મુજબ તેમને ઢોર માર મારવામાં આવ્યો છે.

આ બંને કેદીઓને વડોદરાની SSG હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. બીજી તરફ કેદીના સંબંધીઓ આ મામલે રાવપુરા પોલીસ મથકે પહોંચ્યા હતા અને જેલના અધિકારીઓ વિરૂદ્ધ ગુનો નોંધવાની માગ કરી હતી.

કેદીઓના સંબંધીઓના કહેવા મુજબ એઓ જેલમાં મુલાકાતે ગયા ત્યારે મારા માર્યાની ઘટના તેઓના સામે આવી હતી. સંબંધીઓએ વધુમાં જણાવ્યું હતું કે જેલમાં કેદીઓ ભૂખ હડતાળ પર ઉતર્યા છે. જ્યારે જેલમાં હજુ ત્રણ ચાર કેદીઓને સારવારની જરૂર છે.

આ પણ વાંચો : અમદાવાદના રસ્તા પર ખાડાઓનું સામ્રાજ્ય, આ વિસ્તારના લોકો ત્રાહિમામ

આ પણ વાંચો :  Vadodara ગોત્રી દુષ્કર્મ કેસમાં પીઆઇની શંકાસ્પદ ભૂમિકા બાદ આઠ પોલીસ ઇન્સ્પેકટરની આંતરિક બદલી કરાઇ

g clip-path="url(#clip0_868_265)">