Indian Coast Guard : પોરબંદરના દરિયાકાંઠેથી 82 કિમી દૂર રોમાનિયાના નાગરિકનું દિલધડક રેસ્ક્યૂ, જુઓ Video

પોરબંદરના દરિયાકાંઠેથી 82 કિમી દૂર વેપારી જહાજમાં રોમાનિયાના નાગરિકને હાર્ટએટેક આવતા રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. ભારતીય કોસ્ટ ગાર્ડના ALH ધ્રુવ હેલિકોપ્ટરે રેસ્ક્યૂ કર્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2023 | 10:31 PM

Indian Coast Guard: પોરબંદરના દરિયાકાંઠેથી 82 કિમી દૂર દિલધડક રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. વેપારી જહાજમાં રોમાનિયાના નાગરિકને હાર્ટએટેક આવ્યો હતો. ભારતીય કોસ્ટ ગાર્ડના ALH ધ્રુવ હેલિકોપ્ટરે રેસ્ક્યૂ કર્યું હતું. નાગરિકને એરલિફ્ટ કરીને પોરબંદર લાવવામાં આવ્યો હતો. જહાજમાં  મુસાફરી દરમ્યાન અચાનક આ ઘટના બની હતી. જેમાં તાત્કાલિક રેસક્યું સેન્ટરને જાણ કરવામાં આવી હતી. તાત્કાલિક રેસક્યું માટેની ટિમ મોકલવામાં આવી હતી.

આ પણ વાંચો  : ભારે વિવાદના અંતે ચૂંટણી મુલતવી રહેતા બરોડા ડેરીના ડિરેક્ટરોને સી આર પાટીલનું તેડું, જુઓ Video

ભારતીય કોસ્ટગાર્ડના ALH ધ્રુવ હેલિકોપ્ટરને સૂચના મળતા તાત્કાલિક રેસક્યું સાધનો સાથે પોરબંદરના દરિયા કાંઠે થી 82 કિલોમીટર જેટલુ હેલિકોપ્ટરે અંતર કાપીને રેસક્યું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. હાર્ટએટેકને કારણે રોમાનિયાના નાગરિકની સ્થિતિ ગંભીર બની હતી. જેથી ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા મધ દરિયેથી હેલિકોપ્ટર દ્વારા દિલધડક રેસક્યું કરવામાં આવ્યું છે.

પોરબંદર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">