રાજ્યભરમાં હાડ થીજવતી ઠંડીનો લોકોને અહેસાસ..પવનની ગતિ 10 થી 15 કિમી પ્રતિકલાકની ઝડપે ફૂંકાતા ઠંડી વધી..ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા વધ્યો ઠંડીનો ચમકારો.રાજ્યભરમાં લઘુતમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટતા ઠંડી વધી. હાલમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થતાં ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો. આગામી સમયમાં પણ ઠંડીનો પારો 13થી 15 ડિગ્રી વચ્ચે રહેવાની હવામાન વિભાગની આગાહીના કારણે.. ગુજરાત વાસીઓ ઠંડીનો ચમકારો સહન કરવા રહેજો તૈયાર નલિયા શહેર 7 ડીગ્રી સાથે સૌથી ઠંડુંગાર રહ્યું.અમદાવાદ 13.4 ડિગ્રી, ડીસામાં 11 ડિગ્રી તાપમાન..ગાંધીનગરમાં 11.2 ડિગ્રી, વડોદરા 13.6 ડિગ્રી તપામાન..ભુજ 11.4 ડિગ્રી, કંડલા 14.4 ડિગ્રી, રાજકોટ 11.4 ડિગ્રી તાપમાન.. તો કેશોદમાં 10.4 ડિગ્રી તાપમાન નોંધાયું.