રાજ્યના સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો
રાજ્ય સરકારના આ નિર્ણયથી 4.45 લાખ કર્મચારી અને 4.63 લાખ પેન્શનધારકોને લાભ મળશે. NPSમાં કર્મચારી 10 ટકા અને રાજ્ય સરકાર 14 ટકા ફાળો આપશે. તો LTCની 10 રજાની ચુકવણી પણ સાતમા પગારપંચ મુજબ કરવામાં આવશે. આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી માહિતી આપી છે.
ગુજરાત સરકારના કર્મચારીઓ માટે વધુ એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારના કર્મચારીઓના હિતમાં સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો 8 માસની તફાવત રકમ સાથે એટલે કે જુલાઈ 2023થી અત્યાર સુધીનો 3 હપ્તામાં ચૂકવાશે.
રાજ્ય સરકારના આ નિર્ણયથી 4.45 લાખ કર્મચારી અને 4.63 લાખ પેન્શનધારકોને લાભ મળશે. NPSમાં કર્મચારી 10 ટકા અને રાજ્ય સરકાર 14 ટકા ફાળો આપશે. તો LTCની 10 રજાની ચુકવણી પણ સાતમા પગારપંચ મુજબ કરવામાં આવશે. આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી માહિતી આપી છે.
Latest Videos
Latest News