Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લાઠીમાં અવિરત વરસાદથી ગાગડિયો નદી પરના ચેકેડમ અને તળાવ છલકાયા, નિહાળો આકાશી નજારો- Video

લાઠીમાં અવિરત વરસાદથી ગાગડિયો નદી પરના ચેકેડમ અને તળાવ છલકાયા, નિહાળો આકાશી નજારો- Video

| Updated on: Jul 11, 2024 | 5:12 PM

લાઠીમાં અવિરત વરસાદથી ગાગડિયો નદી પરના ચેકડેમ અને તળાવ છલોછલ છલકાયા છે. ત્યારે ડ્રોન દ્વારા લેવાયેલા આકાશી દૃશ્યોમાં અદ્દભૂત નજારો જોવા મળી રહ્યો છે. છલોછલ ભરાયેલા તળાવો અને ચેકડેમના સુંદર આકાશી દૃશ્યો સામે આવ્યા છે.

અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ છવાયો છે. લાઠી અને બાબરામાં ભારે વરસાદથી ગાગડિયો નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે. ગાગડિયો નદી પરના ચેકડેમ અને તળાવો છલોછલ છલકાઈ ગયા છે. ત્યારે આ છલોછલ ભરાયેલા ચેકડેમ અને તળાવનો અદ્દભૂત આકાશઈ નજારો સામે આવ્યો છે. આપને જણાવી દઈએ કે આ સિઝનમાં અત્યાર સુધીમાં ગાગડિયો નદીમાં ત્રણ વખત પૂરની સ્થિતિ સર્જાઈ છે.

આ અંગે સાવરકુંડલાના ધારસભ્ય મહેશ કસવાળાએ જણાવ્યુ કે રાજ્યસરકાર અને ધોળકિયા ફાઉન્ડેશનના પ્રયાસથી ગાગડિયો નદીના 54 કિલોમીટરના પટને ઉંડો કરી ચેકડેમોની હારમાળા બાદ જળસંચયનું ઉત્તમ કામ થઈ રહ્યુ છે. લિલિયા તાલુકાના ભેંસાણ અને બોડિયા ગામે પ્રથમવારમાં જ 6 કરોડના ખર્ચે બનેલા બંને ચેકડેમ છલોછલ પૂર્ણ રીતે ભરાયા છે, આ વિસ્તારના લોકો માટે નવી આશા જન્મે છે. જળક્રાંતિના આ કામ થકી આ વિસ્તારના રહીશો અને ખેડૂતો માટે ખૂબ મોટુ કામ થઈ રહ્યુ છે. પાણીના તળ ઉંચા આવશે અને ભવિષ્યમાં આ પાણીના કારણે ખેડૂતો માટે એક નવો સૂર્યોદય થશે.

પદ્મશ્રી સવજી ધોળકિયાએ જણાવ્યુ કે આ મોડલથી સમગ્ર ગુજરાતની પાણી સમસ્યાનો ઉકેલ આવશે.

Input Credit- Jaydev Kathi- Amreli

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jul 11, 2024 04:46 PM
g clip-path="url(#clip0_868_265)">