જંબુસરમાં વરસાદી પાણીમાં તણાઈ ગયેલા યુવાનની લાશ ઝોળીમાં બહાર લાવવાની ફરજ પડી, જુઓ Video

જંબુસરમાં વરસાદી પાણીમાં તણાઈ ગયેલા યુવાનની લાશ ઝોળીમાં બહાર લાવવાની ફરજ પડી, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2023 | 9:10 AM

Bharuch : જંબુસરમાં ભારે વરસાદ દરમિયાન વધેલા જળસ્તરના કારણે ડૂબી ગયેલા યુવાનની લાશ શોધી કાઢ્યા બાદ તેને મુખ્ય માર્ગ સુધી લાવવા સ્ટ્રેચરની વ્યવસ્થા ન મળતા ઝોળી બનાવી લાશને ભાર લાવવાની ફરજ પડી હતી.

Bharuch : જંબુસરમાં ભારે વરસાદ દરમિયાન વધેલા જળસ્તરના કારણે ડૂબી ગયેલા યુવાનની લાશ શોધી કાઢ્યા બાદ તેને મુખ્ય માર્ગ સુધી લાવવા સ્ટ્રેચરની વ્યવસ્થા ન મળતા ઝોળી બનાવી લાશને ભાર લાવવાની ફરજ પડી હતી. ઉલ્લેખનીય છે કે અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્યના સાધનો સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના સરકારી દાવા વચ્ચે આ દ્રશ્યોએ વરવી હકીકતના દર્શન કરાવ્યા હતા.

સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ જંબુસર તાલુકાના કારેલી ગામે ભારે વરસાદ દરમિયાન પશુ ચરાવવા ગયેલો યુવાન સીમમાં લાપતા બન્યો હતો. ગુરુવારે વરસાદના કારણે જળસ્તર વધવાથી આ યુવાન ડૂબી ગયો હોવાનું અનુમાન લગાવાયું હતું. શોધખોળ દરમિયાન મૃતદેહ શુક્રવારે મળી આવ્યો હતો. સીમમાંથી વરસાદી પાણી વચ્ચે લાશને ભાર લાવવી પડકાર સમાન બની હતી.

જંબુસરના કારેલી ગામના 20 વર્ષીય મયંક ગણપતભાઈ પઢિયારની લાશ મુખ્યમાર્ગ સુધી બહાર લાવવા સ્થાનિકોને સ્ટ્રેચર સહીત કોઈ વ્યવસ્થા મળી ન હતી. લાશને બહાર લાવવા સગવડના અભાવે આખરે સ્થાનિકોએ ઝોળી બનાવી હતી. વરસાદી પાણી વચ્ચે લાશને ઝોળીમાં મૂકી સ્થાનિકો તેને બહાર સુધી લઈ આવ્યા હતા.

વરસાદી પાણીના કાંપમાં ખુંપી ગયેલ હાલતમાં મયંકનો મૃતદેહ મળી આવ્યો હતો. ગ્રામજનોએ તેની જ લાકડી અને કપડાંની મદદથયો ઝોળી તૈયાર કરી હતી. આ ઝોળી બનાવી મૃતદેહને પાણીમાંથી બહાર લઈ આવ્યામાં આવ્યો હતો. ઘટના બાબતે વેડચ પોલીસે લાશને પોટમોટર્મ અર્થે ખસેડી અકસ્માત મોત નોંધ હેઠળ બનાવની પોલીસ ચોપડે નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Published on: Jul 22, 2023 09:09 AM
g clip-path="url(#clip0_868_265)">