ખેડબ્રહ્માના રતનપુર નજીક સાબરમતીમાં ફસાયેલા નવ લોકોનું NDRF ટીમે કર્યું રેસ્ક્યુ, જુઓ વીડિયો
રતનપુર નજીક સાબરમતી નદીના ધસમસતા પૂરના પાણીમાં ફસાયેલા 9 લોકોને લઈ રેસ્ક્યુ ઓપરેશન કરાયું હતુ. જેમાં 2 પુરુષ, 4 મહિલા અને 3 બાળકોનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં ગઈકાલથી વરસી રહેલા ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા પાણીને કારણે, સાબરકાંઠાના ખેડબ્રહ્માના રતનપુર નજીક સાબરમતી નદીના પૂરમા 9 લોકો ફસાયા હતા. નદીના ધસમસતા પૂરના પાણીમાંથી ફસાયેલા બહાર નિકળી શકે તેવી સ્થિતિમાં નહોતા. પરિણામે એનડીઆરએફની ટીમે નદીના પૂરના પાણીમાં ફસાયેલા 9 લોકોને સહી સલામત બહાર કાઢી લીધી હતા.
ખેડબ્રહ્માના રતનપુર નજીક સાબરમતી નદીના પૂરના પાણીમાં 2 પુરુષ, 4 મહિલા અને 3 બાળકો સહીત કૂલ 9 લોકો ફસાયા હોવાની વિગતો સામે આવી હતી. આ વિગતો NDRFને મોકલાતા. NDRF ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. રતનપુર નજીક સાબરમતી નદીના પૂરના પાણીમાં ફસાયેલા 9 લોકોને લઈ રેસ્ક્યુ ઓપરેશન કરાયું હતુ. જેમાં 2 પુરુષ, 4 મહિલા અને 3 બાળકોનો સમાવેશ થાય છે. આ તમામે તમામ લોકોને NDRF ટીમ દ્વારા સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
ફસાયેલા લોકોને બહાર કાઢીને કરાયેલ પુછપરછમાં સામે આવ્યું હતું કે, ખેડબ્રહ્માના રતનપુરની ઉપરવાસ રાજસ્થાનમાં વરસેલા ભારે વરસાદને લઈને સાબરમતી નદીમાં પૂર આવ્યું હતુ. આ પૂરના પાણીમાં લોકો ફસાઈ જવા પામ્યા હતા.
આ પણ વાંચોઃ ગુજરાતમાં અનરાધાર વરસાદની આગાહી, અનેક જિલ્લામા ઓરેન્જ એલર્ટ જાહેર, વર્તમાન ચોમાસામાં 102 ટકા વરસ્યો મેહુલિયો
Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
