Gujarat માં વરસાદને લઇને હવામાન વિભાગની મોટી આગાહી, માછીમારોને દરિયો ના ખેડવા સૂચના, જુઓ Video
હવામાન વિભાગની આગાહી મુજબ ભારે પવનને પગલે માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે. તેમજ મોન્સૂન સિસ્ટમના પગલે રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે. જ્યારે અત્યાર સુધી રાજ્યમાં સિઝનનો 85 ટકા વરસાદ વરસ્યો છે.
Ahmedabad : ગુજરાતમાં વરસાદને(Rain) લઇને હવામાન (Weather) વિભાગે મોટી આગાહી કરી છે. જેમાં હવામાન વિભાગે આગામી પાંચ દિવસને લઇને આગાહી કરી છે. જેમાં આગામી 24 કલાક દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની(Monsoon 2023) આગાહી કરી છે. જેમાં સુરત, ડાંગ, નવસારી, તાપીમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં હાલ ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી.
આ પણ વાંચો : Ahmedabad Video : સાબરમતી નદીમાં 5 મહિનામાં કાયાકિંગ પલટી જવાની બીજી ઘટના બની, જાણો શું છે બનાવો પાછળનું કારણ
હવામાન વિભાગની આગાહી મુજબ ભારે પવનને પગલે માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે. તેમજ મોન્સૂન સિસ્ટમના પગલે રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે. જ્યારે અત્યાર સુધી રાજ્યમાં સિઝનનો 85 ટકા વરસાદ વરસ્યો છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
Latest News