Vadodara News : મહીસાગર નદીમાં ખનીજ વિભાગના દરોડા, ખનન માફીયાઓ પાસેથી 2 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો, જુઓ Video

| Edited By: | Updated on: Aug 06, 2024 | 1:18 PM

મહીસાગર નદીમાં રેતી ખનન કરતા માફીયાઓ બેફામ બન્યા છે. પ્રતિબંધ છતા નદીમાં બેફામ ખનન થઈ રહ્યું છે. સાવલીના પરથમપુરા ખાંડી ગામે ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા છે. સાવલીના મહીસાગર નદીમાં ચાલતા દરોડા પર વડોદરા અને આણંદ જિલ્લાના અધિકારીઓએ કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતમાં અનેક વાર ખનન ચોરીની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ખનીજ વિભાગની અધિકારીઓ દ્વારા મહીસાગર નદીમાં દરોડા પાડવામાં આવ્યા છે. મહીસાગર નદીમાં રેતી ખનન કરતા માફીયાઓ બેફામ બન્યા છે. પ્રતિબંધ છતા નદીમાં બેફામ ખનન થઈ રહ્યું છે.

સાવલીના પરથમપુરા ખાંડી ગામે ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા છે. સાવલીના મહીસાગર નદીમાં ચાલતા દરોડા પર વડોદરા અને આણંદ જિલ્લાના અધિકારીઓએ કાર્યવાહી હાથ ધરી છે. ખનન માફિયાઓ પાસેથી આશરે બે કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

સાત ડમ્પર, ટ્રેકટર સહિતનો મુદ્દામાલ ભાદરવા પોલીસ સ્ટોશનમાં જમા કરવામાં આવ્યા છે. તેમજ ખનન માફીયાઓ સામે લાખો રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.