Rain News : ઈડરમાં ખાબક્યો કમોસમી વરસાદ, અન્ડર બ્રિજમાં પાણી ભરાતા બંધ કરાયો, 10 કિમી સુધી ટ્રાફિક જામ, જુઓ Video
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યાર સાબરકાંઠાના ઈડરમાં રેલવે અન્ડર બ્રિજમાં પાણી ભરાતા બંધ કરવામાં આવ્યો છે. ઈડરમાં કમોસમી વરસાદ ખાબકતા હિંમતનગર-અંબાજી સ્ટેટ હાઈવે બંધ કરાયો છે.

ઈડરના રેલવે અંડર બ્રિજમાં રાત્રે વરસાદી પાણી ભરાયા છે. રવિવારે અંબાજી અને ખેડબ્રહ્મા જતાં શ્રદ્ધાળુઓનો મોટો ધસારો છે. સ્ટેટ હાઈવે ટ્રાફિક ડાયવર્ટ કરીને પાણી નીકળવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઈડરમાં અઢી ઈંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. સાબરકાંઠાના ઈડરમાં રેલવે અન્ડર બ્રિજમાં પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે.
અન્ડર બ્રિજ બંધ થતા 10 કિમી લાંબી વાહનની કતાર
ઈડરમાં રેલવે અન્ડર બ્રિજમાં પાણી ભરાતા બંન્ને તરફ 8થી 10 કિ.મી વાહનોની કતાર લાગી છે. ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ પણ ફસાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. કલાકોથી ટ્રાફિક જામ છતાં સ્થાનિક પોલીસની ગેરહાજરી હોવાથી વાહનચાલકોમાં રોષનો માહોલ સર્જાયો છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો