AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભગવાન શિવના અપમાનજનક નિવેદન બાદ રોષ ફાટી નીકળતા આનંદસાગર સ્વામીએ માફી માગી, જુઓ VIDEO

ભગવાન શિવના અપમાનજનક નિવેદન બાદ રોષ ફાટી નીકળતા આનંદસાગર સ્વામીએ માફી માગી, જુઓ VIDEO

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2022 | 4:06 PM
Share

આનંદસાગર સ્વામીએ (Anandasagar Swami) કહ્યું કે મારી ભૂલ થઈ છે, તમામ શિવ ભક્તોની માફી માગુ છું. સાથે જ દાવો કર્યો કે, પ્રબોધ સ્વામીએ મને તેજ સમયે શિક્ષા આપી દીધી હતી.

પ્રબોધ સ્વામીના (Prabodh Swami) શિષ્ય આનંદસાગર સ્વામીએ (Anandsagar swami) ભગવાન શિવ (lord Shiva) પર આપેલા નિવેદનથી બહ્મસમાજમાં ઉગ્ર રોષ વ્યાપી ગયો હતો. જો કે હવે પ્રબોધ સ્વામીના શિષ્ય આનંદસાગર સ્વામીએ માફી માગી છે. ભારે વિવાદ અને રોષ બાદ આનંદસાગર સ્વામીને પોતાની ભૂલ સમજાઇ છે. ભગવાન શિવ માટે ઉચ્ચારેલા વિવાદાસ્પદ શબ્દો બાદ ભારે વિવાદ થતાં આનંદસાગર સ્વામીને પોતાની ભૂલનું ભાન થયું અને માફી માગી લીધી છે.

આનંદસાગર સ્વામીએ કહ્યું કે મારી ભૂલ થઈ છે, તમામ શિવ ભક્તોની માફી માગુ છું. સાથે જ દાવો કર્યો કે, પ્રબોધ સ્વામીએ મને તેજ સમયે શિક્ષા આપી દીધી હતી. શિબિર દરમિયાન મૌન અને 7 દિવસના ઉપવાસ આપ્યા છે. મહત્વનું છે કે દેવાધી દેવ મહાદેવનું અપમાન કરતો આનંદસાગર સ્વામીનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેઓ દાવો કરે છે કે ખુદ ભગવાન શિવ પ્રબોધસ્વામીના દર્શન માટે આવ્યાં હતા. મહાદેવ પ્રબોધ સ્વામીના શિષ્યના ચરણસ્પર્શ કરીને જ પરત ફર્યાનો તેમણે દાવો કર્યો હતો

આ નિવેદનના કારણે આનંદસાગર સ્વામીની મુશ્કેલી વધી

આનંદ સાગર સ્વામીએ શિવ ભગવાનનું અપમાન થાય તેવુ નિવેદન આપતો એક વીડિયો વાયરલ થયો હતો. આ નિવેદનના કારણે ખૂબ જ વિવાદ સર્જાયો હતો. સોમવારથી આ વીડિયો વાયરલ થયા બાદ આનંદસાગર સ્વામી વિરુદ્ધ કાર્યવાહી થાય તેવા સંકેતો મળી રહ્યા હતા. તે દરમિયન પ્રબોધ સ્વામી જુથના અગ્રણી સંતો દ્વારા આનંદ સાગર સ્વામીને માફી માગવા માટે કહેવામાં આવ્યુ હતુ. જે પછી આજે વહેલી સવારે આનંદ સ્વામીનો માફી માગતો વીડિયો મીડિયામાં જાહેર કરવામાં આવ્યો છે. આનંદ સાગર સ્વામી પોતાની ભુલ થઇ હોવાનું કહી તેમાં માફી માગતા દેખાય છે.

Published on: Sep 06, 2022 11:44 AM
g clip-path="url(#clip0_868_265)">