Gandhinagar: ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના સરકારને વેધક સવાલ, જુઓ Video

|

Feb 09, 2024 | 3:04 PM

કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે આજે ગૃહમાં બજેટની ચર્ચા દરમિયાન કરવેરા મુદ્દે સરકારને સવાલ કરવામાં આવ્યા હતા. કિરીટ પટેલે સવાલ કર્યો કે, સરકાર કહે છે કે નવા કરવેરા નાખ્યા નથી તો કરવેરાની આવક કેવી રીતે વધશે?

ગાંધીનગરમાં 1 ફેબ્રુઆરીથી વિધાનસભાનું સત્ર શરુ થયુ છે.આજે સાતમો દિવસ છે, ત્યારે વિધાનસભા સત્રમાં કોંગ્રેસ દ્વારા સરકારને ઘેરવા માટે વેધક સવાલો કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે બજેટમાં વેરાના ઉલ્લેખ મામલે સવાલ કરવામાં આવ્યો હતો.

કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે આજે ગૃહમાં બજેટની ચર્ચા દરમિયાન કરવેરા મુદ્દે સરકારને સવાલ કરવામાં આવ્યા હતા. કિરીટ પટેલે સવાલ કર્યો કે, સરકાર કહે છે કે નવા કરવેરા નાખ્યા નથી તો કરવેરાની આવક કેવી રીતે વધશે? સરકારે વ્યક્ત કરેલા અંદાજમાં કરવેરાની આવકમાં 15 હજાર કરોડ રુપિયાનો વધારો દર્શાવવામાં આવ્યો છે, ગત વર્ષે 1.34 લાખ કરોડ કરવેરાની આવક હતી. આગામી વર્ષમાં 1.49 લાખ કરોડની સૂચિત આવક દર્શાવી છે.

આ પણ વાંચો-Rajkot Video : મુરલી મનોહર મંદિર વિવાદમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ સરકાર પર સાધ્યું નિશાન

કિરીટ પટેલે કહ્યુ કે રાજ્ય સરકારનું દેવું વધી રહ્યું છે,5 વર્ષમાં સરકારની કરવેરા વગર આવક બમણા કરતા વધી ગઈ છે, કિરીટ પટેલે કહ્યું કે, સરકાર GDPના 1.5 ટકા જેટલો ખર્ચ જ શિક્ષણ પાછળ કરી રહી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Video