Ahmedabad : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાત પ્રવાસે, 651 કરોડથી વધુના વિકાસકાર્યોની આપશે ભેટ, જુઓ Video
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ફરી એક વાર ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે અમદાવાદમાં વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. 651 કરોડથી વધુના વિકાસકાર્યોની આજે ભેટ આપશે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ફરી એક વાર ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે અમદાવાદમાં વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. 651 કરોડથી વધુના વિકાસકાર્યોની આજે ભેટ આપશે. GMDCમાં હિન્દુત્વ મેળાનો અમિત શાહ પ્રારંભ કરાવશે. ત્યારે સુરત કેન્સર હોસ્પિટલનું અમિત શાહ લોકાર્પણ કરશે. ઝુંડાલ, થલતેજના વિકાસકાર્યોની શહેરીજનોને ભેટ આપશે. અમિત શાહ રાણીપમાં જાહેર સભાને પણ સંબોધન કરશે.
આજે અમિત શાહ 651 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જ્યારે ઝુંડાલમાં 100 કરોડના ખર્ચે બનેલા આઇકોનિક રોડનું લોકાર્પણ કરશે. તેમજ થલતેજમાં 13 કરોડના ખર્ચે બનેલા શીલજ તળાવનું લોકાર્પણ કર્યું છે. જ્યારે બોડકદેવમાં 3.35 કરોડના ખર્ચે બનેલા વેજીટેબલ માર્કેટનું લોકાર્પણ કર્યું છે. તેમજ લાંબા સમયથી પેન્ડિંગ ચેનપુર અન્ડરપાસ પણ ખૂલ્લો મુકાશે.