AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad Video : અમદાવાદ ધુમાડા મુક્ત, ઝૂંપડપટ્ટી મુકત અને દરેક પરિવાર પાસે આરોગ્ય કાર્ડ ધરાવતુ શહેર બનશે - અમિત શાહ

Ahmedabad Video : અમદાવાદ ધુમાડા મુક્ત, ઝૂંપડપટ્ટી મુકત અને દરેક પરિવાર પાસે આરોગ્ય કાર્ડ ધરાવતુ શહેર બનશે – અમિત શાહ

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2024 | 12:37 PM
Share

અમદાવાદના સિંધુભવન રોડ પર થલતેજમાં ઓક્સિજન પાર્કનું લોકાર્પણ કર્યું છે. આ સાથે તેમણે પાર્કંનું નિરીક્ષણ પણ કર્યું છે. અમદાવાદમાં 1 હજાર કરોડની વિકાસ ભેટ આપી છે.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે અમદાવાદના સિંધુભવન રોડ પર થલતેજમાં ઓક્સિજન પાર્કનું લોકાર્પણ કર્યું છે. આ સાથે તેમણે પાર્કંનું નિરીક્ષણ પણ કર્યું છે. અમદાવાદમાં 1 હજાર કરોડની વિકાસ ભેટ આપી છે. અમિત શાહે જાહેર સભામાં સંબોધન કરતા જણાવ્યુ કે પરિવારના સભ્યો જેટલો વૃક્ષનો ઉછેર કરવો જોઈએ.આ વૃક્ષો તમે તમારી આસપાસના વિસ્તારોમાં ઉગાડી શકો છો.

પરિવારના સભ્યો જેટલો વૃક્ષનો ઉછેર કરવો જોઈએ – અમિત શાહ

આપણા જીવનમાં ઉપયોગમાં લેવામાં આવતા એસી, વાહનનો કે અન્ય વસ્તુઓ દ્વારા ઉત્પન્ન થતા કાર્બન ડાયોક્સાઇડને નિયંત્રણ લાવવા માટે વૃક્ષને ઉગાડવા જોઈએ. આ સાથે જ તેમણે કહ્યું અમદાવાદને ઝૂંપડપટ્ટી મુકત, ધુમાડા વગરનું શહેર , દરેક પરિવાર પાસે આરોગ્ય કાર્ડ વાળુ શહેર તેમજ દરેક ઘરમાં શૌચાલયવાળુ શહેર બનાવવાની વાત કરી છે.

અમદાવાદ અને ગાંધીનગરમાં સતત વિકાસ કાર્યો થઈ રહ્યાં છે. સ્વચ્છતાને જોડતા, આરોગ્યલક્ષી , બાળકોને ફાયદાકારક , ઑક્સિજન પાર્ક સહિતના કાર્યો કર્યા છે. ઓક્સિજન પાર્કમાં ચિલ્ડ્રન્સ પ્લે એરિયા, આઉટડોર જિમ, ડાયનેમિક પેવેલિયન, શાંત યોગસ્થળ જેવી સુવિધાઓ રાખવામાં આવી છે. 30 લાખ વૃક્ષ કોર્પોરેશ દ્વારા ઉગાડવામાં આવ્યા છે.

Follow Us
g clip-path="url(#clip0_868_265)">