વડોદરાની MS યુનિવર્સિટીમાં NSUI અને ડીન સામસામે, કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ પરીક્ષા રદ કરવાના મામલે ભારે હોબાળો – જુઓ Video

| Edited By: | Updated on: Mar 28, 2026 | 8:47 PM

વડોદરાની ખ્યાતનામ MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ પરીક્ષા રદ કરવાની માંગ સાથે NSUI એ ભારે હોબાળો કર્યો હતો.

વડોદરાની MS યુનિવર્સિટીમાં ફરી એકવાર વિદ્યાર્થી સંગઠન અને સત્તાધીશો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું છે. કોમર્સ ફેકલ્ટીમાં લેવાનારી પ્રવેશ પરીક્ષા રદ કરવાની માંગ સાથે NSUI ના કાર્યકરોએ ડીન પ્રજ્ઞેશ શાહની ઓફિસમાં ઘુસીને ઉગ્ર સૂત્રોચ્ચાર અને નારેબાજી કરી હતી. જોકે આ રજૂઆત થોડી જ વારમાં હિંસક અને ઉગ્ર બની ગઈ હતી.

ડીનનો આરોપ છે કે બહારના તત્વોએ તેમની ઓફિસમાં ઘુસીને ધમકી આપી હતી અને મર્યાદા ઓળંગી હતી. આ ડ્રામા બાદ ડીને તાત્કાલિક પોલીસ બોલાવવી પડી હતી. હવે ડીન આ તોફાની તત્વો સામે કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધાવવાની તૈયારી કરી રહ્યા છે.

સામે પક્ષે NSUI ના કાર્યકરો પણ પીછેહઠ કરવા તૈયાર નથી. તેમણે અલ્ટીમેટમ આપ્યું છે કે જો 24 કલાકમાં પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં નહીં આવે તો આંદોલન વધુ તેજ કરાશે. સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું છે કે જો ડીન દ્વારા કોઈ પણ ખોટી ફરિયાદ કરવામાં આવશે તો તેની સામે વળતી ક્રોસ ફરિયાદ પણ કરવામાં આવશે. હાલ આ મામલે યુનિવર્સિટી કેમ્પસમાં તણાવભર્યો માહોલ છે.

Lip Care in Summer: શું ઉનાળામાં તમારા પણ હોઠ વારંવાર ફાટી રહ્યા છે? માત્ર ગરમી જ નહીં, આ 5 ગંભીર બીમારીઓના હોઈ શકે છે ‘સંકેત’, જાણો બચવાના અચૂક ઉપાયો

Follow Us