Mehsana: વેકરા ગામમાંથી હાઈ પ્રોફાઇલ જુગારધામ ઝડપાયુ, બે વિદેશી મહિલા સહિત 25 જુગારી સકંજામાં, જુઓ Video
મહેસાણા જિલ્લાના કડીમાં બાવલું પોલીસ સ્ટેશનની હદમાં હાઈ પ્રોફાઇલ જુગારનો અડ્ડો ઝડપાયો છે. બાવલું પોલીસે બાતમીના આધારે વેકરા ગામના ખેતરમાં રેડ પાડી હતી. આ કાર્યવાહી દરમિયાન બે વિદેશી મહિલા સહિત 25 જુગારી ઝડપાયા છે.

પોલીસે રેડ પાડતા બે વિદેશી મહિલાઓ ટેબલ પર પત્તા વહેંચીને જુગાર રમાડતી હોવાનું જોવા મળ્યુ હતુ.આ બંને વિદેશી મહિલા સહિત 25 જુગારીઓને પોલીસે ઝડપી લીધા છે.જેમાં મુખ્ય સૂત્રધાર સંજય કાંતિલાલ ઉર્ફે એસ કે પટેલ હોવાનું સામે આવ્યુ છે. સંજય પટેલ બહારથી માણસો બોલાવીને પ્લાસ્ટિકના કોઇનથી ક્લબ ચલાવતો હતો.
આ પણ વાંચો-સાબરકાંઠાના હિંમતનગરમાં 6 લાખ રુપિયામાં ખરીદી શકશો ફ્લેટ, જાણો શું છે વિગત
પોલીસે વેકરા ગામની સીમમાં વહાણવટી ફાર્મ હાઉસમાંથી આ હાઇ પ્રોફાઇલ જુગારધામને ઝડપી લીધો છે.પોલીસે 2.58 લાખ રોકડ અને મોંઘી અલગ અલગ કાર સહિત પોલીસે કુલ 67 લાખનો મુદ્દામાલ ઝડપી લીધો છે. પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ૉ
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video