Gujarat Rain : રાજ્યના 16 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ, સૌથી વધુ પંચમહાલના શહેરામાં 9 ઈંચ વરસાદ ખાબક્યો, જુઓ Video
રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. તો મધ્ય ગુજરાતમાં ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતૂર બની છે. અનેક ગામોમાં નીચાણવાળા વિસ્તારોના લોકો ફસાયા હતા, ઘરોની અંદર વરસાદી પાણી ઘુસી ગયા છે, ઘરવખરીને તો નુકસાન થયું જ પરંતુ આવામાં રહેવું કેવી રીતે એ જ મોટી સમસ્યા સર્જાઈ છે.
Gujarat Rain : રાજ્યમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. રાજ્યના 100 તાલુકામાં નોંધપાત્ર વરસાદ (Rain) નોંધાયા છે. જેમાં 16 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. તો 60 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદની વાત કરીએ તો, પંચમહાલના શહેરામાં 9 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો ગોધરામાં 8 ઈંચ, મોરવાહડફમાં 7 ઈંચ, મહિસાગરના વીરપુરમાં 7 ઈંચ તેમજ તલોદ, બાયડ, પ્રાંતિજમાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો Gujarat rain : આગાહી વચ્ચે અમદાવાદમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, જુઓ Video
બીજી તરફ રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. તો મધ્ય ગુજરાતમાં ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતૂર બની છે. અનેક ગામોમાં નીચાણવાળા વિસ્તારોના લોકો ફસાયા હતા, ઘરોની અંદર વરસાદી પાણી ઘુસી ગયા છે, ઘરવખરીને તો નુકસાન થયું જ પરંતુ આવામાં રહેવું કેવી રીતે એ જ મોટી સમસ્યા સર્જાઈ છે.
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
