આજનું હવામાન : ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, અનેક વિસ્તારોમાં સર્જાઈ શકે છે જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદ વરસી શકે છે. કેટલાંક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદ વરસી શકે છે. કેટલાંક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છમાં પણ અતિભારે વરસાદના એંધાણ જોવા મળે છે. આગામી 5 દિવસ ગાજવીજ સાથે વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે. આગામી 3 દિવસ દરિયો ન ખેડવા માછીમારોને સૂચના આપવામાં આવી છે.
ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર નવસારી, વલસાડ, ડાંગ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દાહોદ, મહીસાગર, ભરૂચ, તાપી, સુરતમાં ભારે વરસાદના એંધાણ છે. ગાંધીનગર, અમદાવાદ સહિત અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, વડોદરામાં પણ ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો