Surat : સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના લોકો વતન જવા રવાના, ખાનગી બસોના ભાડામાં ધરખમ વધારો, જુઓ Video
દિવાળીના તહેવારની ઉજવણી કરવા માટે લોકો પોતાના વતને જતા હોય છે. જેના કારણે બસ અને રેલવેમાં જગ્યા મળવી પણ મુશ્કેલ બની જતી હોય છે. ત્યારે સુરત શહેરમાંથી લોકો સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના લોકો વતન જવા રવાના થયા છે.
દિવાળીના તહેવારની ઉજવણી કરવા માટે લોકો પોતાના વતને જતા હોય છે. જેના કારણે બસ અને રેલવેમાં જગ્યા મળવી પણ મુશ્કેલ બની જતી હોય છે. ત્યારે સુરત શહેરમાંથી લોકો સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના લોકો વતન જવા રવાના થયા છે. જેથી ખાનગી બસોમાં વતન જવા માટે મુસાફરોનો ધસારો જોવા મળ્યો છે. વરાછા વિસ્તારમાં ખાનગી બસોની કતારો લાગી છે. જેના કારણે કેટલાક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે. ગત વર્ષ કરતા ચાલુ વર્ષે ખાનગી બસોના ભાડામાં ધરખમ વધારો થયો છે. ખાનગી બસોમાં ભાડા વધુ હોવા છતાં પણ મુસાફરોનો ધસારો જોવા મળ્યો છે.
ખાનગી બસોના ભાડામાં ધરખમ વધારો
ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિતના અનેક લોકોએ સુરતને કર્મભૂમિ બનાવી છે. તેઓ દિવાળીનો તહેવાર ઉજવવા પોતાના વતન જવા નીકળતા હોય છે. ત્યારે દિવસ અને રાત બંને સમય જાણે સુરત ખાલી થઈ રહ્યું છે. તેમજ રેલવે સ્ટેશન, બસ સ્ટેશનની સાથે ખાનગી બસોના સ્ટેન્ડ પર લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે.
