આજનું હવામાન : દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદનો માહોલ જોવા મળી શકે છે. ગુજરાતમાં હળવા વરસાદનું અનુમાન હવામાન વિભાગે આપ્યું છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદનો માહોલ જોવા મળી શકે છે. ગુજરાતમાં હળવા વરસાદનું અનુમાન હવામાન વિભાગે આપ્યું છે.આગામી સાત દિવસ વાતાવરણમાં રહેલા ભેજના કારણે વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, વલસાડ, ડાંગ તેમજ દાદરાનગર હવેલી સહિતના વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા સેવાઈ રહી છે. તો અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથમાં પણ હળવા વરસાદના એંધાણ છે.
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં ચોમાસાના આગામને લઈને પણ આગાહી કરી છે. મુંબઈમાં અટવાયેલું ચોમાસું ગુજરાતમાં 13 તારીખ પછી આવી શકે તેવી આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં 26 જૂનથી ગાજવીજ સાથે વરસાદ પડે તેવી આગાહી કરી છે. આંધી તૂફાન સાથે અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે.
અમદાવાદ, અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા, બોટાદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી આગાહી કરવામાં આવી છે. મહેસાણા, પાટણ સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી આગાહી કરવામાં આવી છે. કચ્છમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી આગાહી કરવામાં આવી છે.