Rain News : દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદની જમાવટ ! આકાશી આફતથી જામરાવલ ગામ બેટમાં ફેરવાયું, જુઓ Video
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદની જમાવટ કરી છે. ધોધમાર વરસાદ બાદ અનેક તાલુકાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વરસાદી આફતના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદની જમાવટ કરી છે. ધોધમાર વરસાદ બાદ અનેક તાલુકાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વરસાદી આફતના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. ધોધમાર વરસાદ બાદ જામ રાવલ ગામ બેટમાં ફેરવાયું છે. રસ્તાઓ, ખેતરો પાણીમાં ગરકાવ થયા છે. દેવભૂમિ દ્વારકામાં 4.49 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે કલ્યાણપુરમાં 2.64 ઈંચ વરસાદ ખાબક્યા બાદ હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
જામરાવલ ગામ બેટમાં ફેરવાયું
ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વરસાદે ધબધબાટી બોલાવી છે. ભાણવડ તાલુકામાં પણ 1.69 ઈંચ વરસાદ નોંધાયો હતો. તો કલ્યાણપુર તાલુકાના જામ રાવલ ગામમાં ધોધમાર વરસાદ ખાબક્યા બાદ જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રસ્તાઓથી લઈ ખેતરો પાણીમાં ગરકાવ થયા છે. તો નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ફરી વળતા સ્થાનિકો હાલાકીમાં મુકાયા છે.
છેલ્લા 24 કલાકમાં 226 તાલુકામાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં 226 તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદથી જૂનાગઢમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જેમાં સૌથી વધુ મેંદરડામાં 13.31 ઈંચ વરસાદ નોંધાયો છે. કેશોદમાં 11.22 ઈંચ, વંથલીમાં 10.39 ઈંચ વરસાદ વરસ્યો છે. પોરબંદર શહેરમાં 10.24 ઈંચ વરસાદ વરસ્યો છે. તેમજ નવસારીના ગણદેવીમાં 9.21 ઈંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત કપરડા, માણાવદર, ચીખલીમાં 8 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. ગુજરાતના 67 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
