આજનું હવામાન : આજે રાજયના અનેક વિસ્તારોમાં રહેશે મેઘ મહેર, જાણો ક્યાં જિલ્લામાં છે ભારે વરસાદની આગાહી, જુઓ Video

| Updated on: Aug 22, 2024 | 9:56 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રહી શકે છે. બીજી તરફ અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રહી શકે છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 26 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં ભારેની આગાહી કરવામાં આવી છે.

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી – અંબાલાલ પટેલ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં વરસાદનું વાતાવરણ જોવા મળી શકે છે. ગુજરાતમાં આજે એટલે કે 22 અને 23 ઓગસ્ટના રોજ કેટલાક વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટાં પડે તેવી શક્યતા છે. પંચમહાલ, વડોદરાના ભાગોમાં 3 થી 4 ઈંચ વરસાદ વરસે તેવી પણ આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં 6 થઈ 7 ઈંચ વરસાદ પડે તેવી પ્રબળ સંભાવના વ્યક્ત કરી છે.

Published on: Aug 22, 2024 09:54 AM