Junagadh : માંગરોળ પંથકમાં વીજળીના કડાકા -ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો, જુઓ Video

Junagadh : માંગરોળ પંથકમાં વીજળીના કડાકા -ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો, જુઓ Video

| Edited By: | Updated on: Aug 19, 2025 | 2:09 PM

જૂનાગઢના માંગરોળ પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. વીજળીના કડાકા અને ભારે પવન સાથે શરુ થયેલા વરસાદે થોડા જ સમયમાં સમગ્ર વિસ્તારમાં પાણી પાણી કર્યો હતો.

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે જૂનાગઢના માંગરોળ પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. વીજળીના કડાકા અને ભારે પવન સાથે શરુ થયેલા વરસાદે થોડા જ સમયમાં સમગ્ર વિસ્તારમાં પાણી પાણી કર્યો હતો. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. હવામાન વિભાગે પણ જૂનાગઢ જિલ્લા માટે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.

કોઝવે બંધ કરાયો

આ ઉપરાંત જૂનાગઢના માળીયાહાટીના તાલુકાના ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. ઈટાળી ગામમાં સતત બીજી વખત વરસાદી પાણી ઘૂસ્યા હતા. જેના કારણે કોઝ-વે અને નાળાઓ બંધ કરી દેવાતા સ્થિતિ વણસી છે. ધોધમાર વરસાદ ખાબક્તા ઈટાળી ગામમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવા પડ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો