Gujarati Video : અમરેલીના રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે સ્થાનિક નદીઓમાં પૂર જેવી સ્થિતિ

અમરેલી જિલ્લાના રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ભારે કમોસમી વરસાદને કારણે સ્થાનિક નદીઓમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જેમાં રાજુલના વાવેરા, વણોટ, ઘાડલા સહિતના ઉપરવાસના ગામડાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેમાં ભારે વરસાદને કારણે ઘાણો નદીમાં પૂર આવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 21, 2023 | 8:56 PM

અમરેલી જિલ્લાના રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ભારે કમોસમી વરસાદને કારણે સ્થાનિક નદીઓમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જેમાં રાજુલના વાવેરા, વણોટ, ઘાડલા સહિતના ઉપરવાસના ગામડાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેમાં ભારે વરસાદને કારણે ઘાણો નદીમાં પૂર આવ્યું છે.તો બીજી તરફ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન જવાની ભીતિ છે.જેને લઇ ધરતીપુત્રો ચિંતિત બન્યાં છે. આ તરફ અમરેલી જિલ્લાના બગસરા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો.. સતત વરસી રહેલા વરસાદને કારણે ખેડૂતોને તૈયાર પાકને નુકસાન જવાની ભીતિ છે.સતત વરસી રહેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

ગુજરાતમાં ઠેર ઠેર માવઠું અને તેની સાથે કરા પડતા ઊભો પાક નષ્ટ થઈ ગયો

ગુજરાતમાં જાણે શિયાળા પછી તુરંત ચોમાસું બેસી ગયું ગયું હોય તેવો માહોલ છે. વેર્સ્ટન ડિસ્ટબર્ન્સના પગલે  માવઠાના દિવસો જ વધતા જ જાય છે. ગુજરાતમાં ઠેર ઠેર માવઠું અને તેની સાથે કરા પડતા ઊભો પાક નષ્ટ થઈ ગયો છે. તેમાં વળી પાછી હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ આગાહી કરી છે કે ગુજરાતમાં આગામી 3-4 દિવસ સુધી વરસાદની સંભાવના છે. આવતીકાલથી રાજ્યમાં હળવો વરસાદ પડશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની સંભાવના છે. 24 માર્ચે ઓછા વરસાદની શક્યતા છે. આગામી 4 દિવસ સુધી ગરમીની કોઈ શક્યતા નથી.

પૂરઝડપે પવન ફૂંકાશે અને વરસાદ થશે

  1. 21 માર્ચ- અમદાવાદ, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ભરૂચ, ડાંગ, નર્મદા, નવસારી, સુરત અને તાપીમાં વરસાદની વકી. અમરેલી, ભાવનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ અને કચ્છમાં ગાજવીજ સાથે હળવા વરસાદની વકી
  2. 22 માર્ચના  રોજ  બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર,પરોબંદર, જુનાગઢ, અમરેલી, ભાનવગર, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફુકાશે અને ગાજવીજ સાથે સામાન્ય વરસાદ થશે.
  3. 23 માર્ચ – બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સૌરાષ્ટ્ર, કચ્છ, દ્વારકા, રાજકોટ, દીવ દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની શકયતા, 40 કિલોમીટરથી ઓછી ઝડપે પવન ફૂંકાય તેમજ વીજળી સાથે છૂટાછવાયા મધ્યમ ઝાપટા પડે
  4. 24 માર્ચ- ગુજરાતના તમામ જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ દીવ દમણ અને દાદરાનગર હવેલીમાં હવામાન સૂકું રહેશે
  5. 25 માર્ચ- ગુજરાતના તમામ જિલ્લાઓ , સૌરાષ્ટ્ર , કચ્છ તેમજ દીવ અને દાદરા નગર હવેલીમાં વરસાદની શકયતા હાલ નથી.

આ પણ વાંચો : Breaking News : ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી અચાનક સાબરમતી જેલની મુલાકાતે, જુઓ Video

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">