Rain News : છોટાઉદેપુરમાં ભારે વરસાદ ખાબક્યો, 7 ગામને જોડતો રોડ ધોવાયો, જુઓ Video
ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાતા માર્ગો બંધ કરવાની ફરજ પડી હતી. ત્યારે છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદ પડ્યો છે. છોટાઉદેપુરમાં જનતા રોડ ઓરસંગ નદીના પાણીમાં ધોવાયો છે.
ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાતા માર્ગો બંધ કરવાની ફરજ પડી હતી. ત્યારે છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદ પડ્યો છે. છોટાઉદેપુરમાં જનતા રોડ ઓરસંગ નદીના પાણીમાં ધોવાયો છે. 7 ગામને જોડતો રોડ પર પાણી ભરાતા રસ્તો ધોવાયો હતો. રોડ ધોવાઈ જતા 15 કિમીનો ફેરો કરવા મજબૂર છે. તથા 5 લાખના ખર્ચે બનાવેલો જનતા રોડ વરસાદના પાણી ભરાતા જ ધોવાઈ ગયો છે. રોડ ધોવાતા 15 હજારથી વધુ લોકોને અસર થઈ છે.
ભરુચમાં વરસાદી પાણી ભરાતા રસ્તો કરાયો બંધ !
બીજી તરફ ભરુચમાં પણ ધોધમાર વરસાદ ખાબક્તા અનેક રસ્તાઓ બંધ થયા છે. ભારે વરસાદના કારણે હાંસોટથી કંટિયાળજાળને જોડતો રસ્તો બંધ થયો છે. દાંતરાઈ અને બાડોદરા ગામ વચ્ચે વરસાદી પાણી ભરાયા છે. વનખાડીના પાણી માર્ગ પર ફરી વળ્યા છે. ખાડીપુલ માટે બનાવાયેલા ડાયવર્ઝન પર પાણી ફરી વળ્યા છે. ખાડીપુલ પર બનાવેલા ડાયવર્ઝન પર પણ પાણી ફરી વળતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આ ઉપરાંત ઠેર-ઠેર પાણી ભરાઈ જતા વાહનચાલકોને હાલાકી થઈ રહી છે.
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમૃતિયા-ઈટાલિયાના વિવાદને લઈને ગાંધીનગરમાં હાઇવોલ્ટેજ ડ્રામા-Video

કઈ રાશિના જાતકોને ભોગવવું પડશે નુકસાન અને કોને મળશે સફળતા?

અરે આની શરણાઈએ તો હુબહુ IPLની ટોનનો અવાજ કાઢ્યો- જુઓ Video

સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ, નદી-વોકળા બેકાંઠે વહેતા ટ્રેકટર તણાયુ
