આજનું હવામાન : ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવા સૂચના, જુઓ Video

આજનું હવામાન : ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવા સૂચના, જુઓ Video

| Updated on: Aug 28, 2025 | 7:44 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. ગુજરાતમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા સેવવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતના શહેરોમાં વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. ગુજરાતમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા સેવવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતના શહેરોમાં વરસાદની શક્યતા છે. આ શક્યતાને પગલે હવામાન વિભાગે દક્ષિણ અને મધ્ય ગુજરાત માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 42થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે.જેના પગલે માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

અંબાલાલ પટેલે કરી ભારે વરસાદની આગાહી

બીજી તરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર 28થી 31 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલલા પટેલે ઉત્તર ગુજરાતમાં 2થી 4 ઈંચ વરસાદ વરસી શકે છે. જ્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ સંભાવના છે. તો આગામી 5થી 10 સપ્ટેમ્બર વચ્ચે પણ હળવાથી ભારે વરસાદીની શક્યતા અંબાલાલે વ્યક્ત કરી છે.

તો નવરાત્રીમાં મેઘરાજા રમઝટ બોલાવશે. અંબાલાલે ખેલૈયાઓની ચિંતા વધારતી આગાહી કરી છે. અંબાલાલનો દાવો છે કે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે. તેમજ 18થી 30 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદ પડશે. જેના પગલે નવરાત્રીમાં વરસાદ વરસશે અને ખેલૈયાઓના રંગમાં ભંગ પડશે. તો 23 સપ્ટેમ્બર બાદ રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલની આગાહી મુજબ 30 સપ્ટેમ્બર પછી ચોમાસું ગુજરાતમાંથી વિદાય લેશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો