આજનું હવામાન : 2 સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકે તેવી શક્યતા છે. રાજ્યમાં આજે વરસાદનું જોર વધવાના એંધાણ પર કરવામાં આવ્યા છે. આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકે તેવી શક્યતા છે. રાજ્યમાં આજે વરસાદનું જોર વધવાના એંધાણ પર કરવામાં આવ્યા છે. આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ કચ્છ,બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. તો પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
આ ઉપરાંત જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તાપી, ડાંગ, સુરત, ભરૂચ, નર્મદામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 6 દિવસ સુધી વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. એક સાથે 2 વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે ભારે વરસાદ ખાબકી શકે તેવી શક્યતા છે. માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલની આગાહી અનુસાર રાજ્યમાં મેઘરાજા ધૂંઆધાર બેટિંગ કરી શકે છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર 22 જૂને રાજ્યના અનેક ભાગોમાં વરસાદી ઝાપટાં પડશે. અમદાવાદ અને ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ 22 થી 24 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત, વડોદરા, મહીસાગર અને મહેસાણા જિલ્લામાં પણ ભારે વરસાદ પડી શકે છે એવી આગાહી કરવામાં આવી છે.
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

કઈ રાશિના જાતકોને ભોગવવું પડશે નુકસાન અને કોને મળશે સફળતા?

અરે આની શરણાઈએ તો હુબહુ IPLની ટોનનો અવાજ કાઢ્યો- જુઓ Video

સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ, નદી-વોકળા બેકાંઠે વહેતા ટ્રેકટર તણાયુ

ડીસામાં રાત્રે વરસ્યો ધોધમાર વરસાદ, ઘરોમાં પાણી સાથે કાદવ-કીચડ ભરાયો
