Bhavnagar Rain : મહુવામાં ધોધમાર વરસાદ, વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી, જુઓ Video

Bhavnagar Rain : મહુવામાં ધોધમાર વરસાદ, વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી, જુઓ Video

| Edited By: | Updated on: Aug 29, 2025 | 12:52 PM

હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ભાવનગરમાં મહુવામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભાવનગરમાં શહેર અને ગ્રામ્ય પંથકમાં ફરી વરસાદી માહોલ જોવા મળે છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ભાવનગરમાં મહુવામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભાવનગરમાં શહેર અને ગ્રામ્ય પંથકમાં ફરી વરસાદી માહોલ જોવા મળે છે. સ્ટેશન રોડ, ગાંધીબાગ, ખારજાપા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

ઉલ્લેખનીય છે કે ભાવનગરમાં ધોધમાર વરસાદ વરસતા કેટલાક વિસ્તારોના ઘરોમાં પાણી ઘુસ્યા હતા. જેના કારણે ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે. ત્યારે હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મુશળધાર વરસાદ વરસ્યો છે.

વાસણા બેરેજના 14 ગેટ ખોલાયા

હવામાન વિભાગની આગાહી વચ્ચે ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે અમદાવાદાના વાસણા બેરેજમાં પાણીની આવક વધતા ફરી એક વાર પાણી છોડાયું છે. વાસણા બેરેજમાંથી 20645 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. વાસણા બેરેજના 14 દરવાજા 5 ફૂટ ખોલાયા છે. ધરોઈ ડેમમાંથી 26430 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. જેના પગલે સંત સરોવરમાંથી 21,470 ક્યુસેક પાણી છોડાયું છે. જ્યારે નર્મદા મેઈન કેનાલમાંથી 6,977 ક્યુસેક પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો