Tapi Rain : ધોધમાર વરસાદ ખાબક્તા સ્થાનિક નદીઓ બે કાંઠે, NDRFની ટીમે લોકોનું રેસ્ક્યૂ કરી સલામત જગ્યાએ ખસેડ્યા, જુઓ Video
તાપીમાં ધોધમાર વરસાદના કારણે સ્થાનિક નદીઓ બે કાંઠે વહી રહી છે. વ્યારા-વાલોડથી પસાર થતી જાખરી અને વાલ્મિકી નદી છલકાઈ છે. નદી કાંઠા પાસે આવેલા ઘરો પાણીમાં ઘરકાવ થયા છે.
તાપીમાં ધોધમાર વરસાદના કારણે સ્થાનિક નદીઓ બે કાંઠે વહી રહી છે. વ્યારા-વાલોડથી પસાર થતી જાખરી અને વાલ્મિકી નદી છલકાઈ છે. નદી કાંઠા પાસે આવેલા ઘરો પાણીમાં ઘરકાવ થયા છે. કેટલાક ઘરોમાં નદીના પાણી ભરાઈ જતા વિકટ પરિસ્થિતિમાં લોકો મુકાયા છે.
સ્થાનિકોની ઘરવખરી અને અનાજ પાણીમાં તણાયું છે. સ્થાનિક લોકોએ સરકાર પાસે સહાયની માગ કરી છે. નદી કાંઠાના ગામોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા તંત્ર કામગીરી હાથ ધરી છે. જો કે પાણીમાં ફસાયેલા લોકોને ફાયર વિભાગ, NDRF અને SDRFની ટીમ દ્વારા સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી
બીજી તરફ નવસારીની પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સપાટીમાં વધારો થયો છે. શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. હિદાયતનગર વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘુસ્યા છે. લોકો અન્ય સુરક્ષિત જગ્યાએ જવા મજબૂર બન્યા છે.