આજનું હવામાન : રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ફરી અતિભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના, જુઓ Video

આજનું હવામાન : રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ફરી અતિભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના, જુઓ Video

| Updated on: Aug 10, 2024 | 9:40 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે બનાસકાંઠા,સાબરકાંઠા,અરવલ્લી અને મહીસાગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ આજે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું યેલો અલર્ટ આપવામાં આવ્યુ છે.

રાજસ્થાન તરફથી આવતા વરસાદી ટ્રફના કારણે અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતા 2 દિવસ ગુજરાતના દરેક જિલ્લાઓમાં અંડરસ્ટ્રોંગની વોર્નિંગ આપવામાં આવી છે. માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

અંબાલાલ પટેલે કરી અતિભારે વરસાદની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આજે ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદી ઝાંપટા પડે તેવી શક્યતા છે. 14 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે. 16 થી 24 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે દક્ષિણ ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.

 

 

g clip-path="url(#clip0_868_265)">