Summer 2022 : આજથી ત્રણ દિવસ ગુજરાતમાં હીટવેવની આગાહી, તમામ જિલ્લામાં તાપમાન 42 ડિગ્રીને પાર થશે

આજે રાજ્યના કેટલાક શહેરોમાં કાળઝાળ ગરમીનો અનુભવ થશે. હવામાન વિભાગે રાજ્યમાં આજે આકરી ગરમીનો અનુભવ થવાની આગાહી કરી છે. હવામાન વિભાગે કચ્છ અને બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપ્યુ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં યલો એલર્ટ જાહેર કર્યુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2022 | 11:14 AM

ઉનાળાની શરુઆતમાં જ ગુજરાતવાસીઓએ આગ જેવી ગરમીથી તપવુ પડશે. ગુજરાત (Gujarat) માં ફરી એકવાર ગરમીના પારામાં વધારો થયો છે. અનેક શહેરોમાં હવામાન વિભાગ દ્વારા હીટવેવની (Heatwave) આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ સહિત રાજ્યભરમાં વધતી ગરમીનો અનુભવ થશે. 28, 29 અને 30 માર્ચ સુધી કચ્છ, અમદાવાદ, ગાંધીનગર તથા બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી હવામાન વિભાગે (Meteorological Department) કરી છે. કચ્છ અને બનાસકાંઠામાં ઓરેન્જ અને અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, પાટણ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

આજે રાજ્યના કેટલાક શહેરોમાં કાળઝાળ ગરમીનો અનુભવ થશે. હવામાન વિભાગે રાજ્યમાં આજે આકરી ગરમીનો અનુભવ થવાની આગાહી કરી છે. હવામાન વિભાગે કચ્છ અને બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપ્યુ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં યલો એલર્ટ જાહેર કર્યુ છે. તો રાજકોટ અને સુરેન્દ્રનગર, સાબરકાંઠા, મહેસાણા અને પાટણમાં પણ યલો એલર્ટ જાહેર આપવામાં આવ્યુ છે. તમામ જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રીને પાર જઇ શકે છે. ગુરૂવારથી રાજ્યમાં ગરમીની પ્રમાણમાં સામાન્ય ઘટાડો નોંધાશે.

મહત્વનું છે આ વર્ષે ગરમીએ ગુજરાતમાં 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. 15 માર્ચ પહેલા જ 38થી વધુ ડિગ્રી ગરમી નોંધાઈ છે. તો હાલમાં ગુજરાતના મોટા શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન છે. સાથે જ આજથી ધોરણ 10 અને 12 ગુજરાત બોર્ડની પરીક્ષાઓ પણ શરુ થઇ ગઇ છે અને રાજ્યના મોટા ભાગના શહેરોમાં કાળઝાળ ગરમી પડવાની આગાહી છે, ત્યારે આકરી ગરમીમાં વિદ્યાર્થીઓને પેપર આપવામાં હાલાકી પડી શકે છે.

આ પણ વાંચો-

Petrol-Diesel Price Today : સતત ચોથા દિવસે મોંઘુ થયું તમારા વાહનનું ઇંધણ, જાણો આજે કેટલો પડશે તમારા ખિસ્સા ઉપર બોજ

આ પણ વાંચો-

Surat : સુરત સ્ટેશને અડધાથી વધુ ટીકીટ બારીઓ બંધ રહેતા હાલાકી ભોગવી રહેલા મુસાફરો

Follow Us:
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
ભાજપના કાર્યાલયમાં તોડફોડ કરવાનો પ્રયાસ
ભાજપના કાર્યાલયમાં તોડફોડ કરવાનો પ્રયાસ
g clip-path="url(#clip0_868_265)">