AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol-Diesel Price Today : સતત ચોથા દિવસે મોંઘુ થયું તમારા વાહનનું ઇંધણ, જાણો આજે કેટલો પડશે તમારા ખિસ્સા ઉપર બોજ

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 99.32 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 93.56 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol-Diesel Price Today : સતત ચોથા દિવસે મોંઘુ થયું તમારા વાહનનું ઇંધણ, જાણો આજે કેટલો પડશે તમારા ખિસ્સા ઉપર બોજ
માર્ચ મહિનામાં પેટ્રોલના ભાવ સતત વધી રહ્યા છે.
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2022 | 7:34 AM
Share

Petrol-Diesel Price Today : ઓઈલ કંપનીઓએ ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. આજે દેશની મોટી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલ(Petrol Diesel Price Hike)ના ભાવમાં વધારો કર્યો છે. આજે સોમવારે 28 માર્ચે દિલ્હીમાં પેટ્રોલમાં 30 પૈસા અને ડીઝલમાં 35 પૈસા પ્રતિ લિટરનો વધારો થયો છે. દિલ્હીમાં એક લિટર પેટ્રોલ માટે 99.41 રૂપિયા ચૂકવવા પડશે તો બીજી તરફ એક લીટર ડીઝલની કિંમત રૂ. 90.77 છે. જણાવી દઈએ કે છેલ્લા 7 દિવસમાં આજે તેલની કિંમતોમાં 6મી વખત વધારો કરવામાં આવ્યો છે. આ સતત બીજા સપ્તાહે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે.

પેટ્રોલ 4 રુપિયા મોંઘુ થયું

ઓઇલ કંપનીઓએ 22 માર્ચથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાનું શરૂ કર્યું હતું, આ બાદથી અત્યાર સુધીમાં 7 દિવસમાં એક લિટર પેટ્રોલના ભાવમાં રૂ. 4 પ્રતિ લિટર વધારો થયો છે. 22 માર્ચ અને 23 માર્ચે તેલની કિંમતમાં સતત બે દિવસ 80-80 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. 24 માર્ચે કિંમતોમાં કોઈ ફેરફાર થયો ન હતો પરંતુ ત્યારથી તેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે દેશભરમાં તેલ મોંઘુ થઈ ગયું છે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 99.41 અને ડીઝલ રૂ. 90.77 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 114.19 અને ડીઝલ રૂ. 98.50 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 105.18 અને ડીઝલ રૂ. 95.33 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 108.85 અને ડીઝલ રૂ. 93.92 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 99.32 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 93.56 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 99.11 93.35
Rajkot 98.87 93.14
Surat 98.99 93.25
Vadodara 98.76 93.01

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

આ પણ વાંચો : Bank Strike : બેંક કર્મચારીઓ આજથી બે દિવસ હડતાળ ઉપર ઉતરશે, જાણો કેમ ભરાયું પગલું

આ પણ વાંચો :  FPI : આ વર્ષે FPI એ ભારતીય બજારમાંથી 1.14 લાખ કરોડ ઉપાડ્યા, સતત 6 મહિનાથી વેચાણ કરી રહ્યા છે

Follow Us
જામનગરમાં જડેશ્વર વિસ્તારમાં કરાયેલા ડિમોલિશન મામલે આહીર સમાજમાં રોષ
જામનગરમાં જડેશ્વર વિસ્તારમાં કરાયેલા ડિમોલિશન મામલે આહીર સમાજમાં રોષ
ડીઝલની અછતને લઈને ખેડૂતે પેટ્રોલ પંપ પર બેસણુ યોજીને નોંધાવ્યો વિરોધ
ડીઝલની અછતને લઈને ખેડૂતે પેટ્રોલ પંપ પર બેસણુ યોજીને નોંધાવ્યો વિરોધ
રાહુલ ગાંધીએ, વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ગદ્દાર કહ્યાં
રાહુલ ગાંધીએ, વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ગદ્દાર કહ્યાં
છોટા ઉદેપુરમાં ડીઝલની અછતથી ખેડૂતો હેરાન પરેશાન! જુઓ Video
છોટા ઉદેપુરમાં ડીઝલની અછતથી ખેડૂતો હેરાન પરેશાન! જુઓ Video
કોડિનાર ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલ ભરાવવા માટે ટ્રેક્ટરની લાગી લાઈનો
કોડિનાર ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલ ભરાવવા માટે ટ્રેક્ટરની લાગી લાઈનો
Breaking News : સમોસામાંથી નીકળ્યો વંદો, જુઓ Video
Breaking News : સમોસામાંથી નીકળ્યો વંદો, જુઓ Video
Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video
Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video
Breaking News: પેટ્રોલ-ડિઝલ બચાવવા રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Breaking News: પેટ્રોલ-ડિઝલ બચાવવા રાજ્ય સરકારનો મોટો નિર્ણય
પરિવારમાં બધાને ધ્યાનથી સાંભળો, યોગ ફાયદાકારક સાબિત થશે
પરિવારમાં બધાને ધ્યાનથી સાંભળો, યોગ ફાયદાકારક સાબિત થશે
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
g clip-path="url(#clip0_868_265)">