આજનું હવામાન : ગુજરાતવાસીઓને ગરમીમાં શેકાશે ! હવામાન વિભાગની આગાહી અનુસાર આ તારીખે બેસશે ચોમાસુ, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ગરમીનું પ્રમાણ જોવા મળશે. જ્યારે હવામાન વિભાગે ચોમાસુ વહેલુ બેસી જશે તેવુ પૂર્વાનુમાન કર્યુ છે. આ સાથે સાથે ચોમાસાને લઈને હવામાન વિભાગે તારીખો પણ જાહેર કરી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ગરમીનું પ્રમાણ જોવા મળશે. જ્યારે હવામાન વિભાગે ચોમાસુ વહેલુ બેસી જશે તેવુ પૂર્વાનુમાન કર્યુ છે. આ સાથે સાથે ચોમાસાને લઈને હવામાન વિભાગે તારીખો પણ જાહેર કરી છે. હવામાન વિભાગે જાહેર કરેલી તારીખો પર નજર કરીએ તો આગામી 15 જૂને ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસુ દસ્તક દેશે. જ્યારે માત્ર 14 દિવસમાં એટલે કે 31 મેના રોજ ચોમાસું કેરળ પહોંચશે. આ સાથે હવામાન વિભાગે દાવો કર્યો છે કે આ વર્ષે સૌથી સારુ ચોમાસુ છે. જે ખેડૂતોને ખેતીમાં લાભદાયી રહેશે.
રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે પાલનપુરમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. વડોદરામાં 36 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. આ સાથે વલસાડમાં પણ 36 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. ભાવનગરમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. ભૂજ અને સુરતમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ પોરબંદરમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.
